Get The App

ટીમ ઈન્ડિયા સાથે દગો? શ્રીલંકાની આ ખતરનાક ચાલ કામ કરી ગઇ, મેચ બાદ રોહિતે પણ ભડાસ કાઢી

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
rohit sharma


India vs Sri Lanka 2nd ODI: શ્રીલંકાએ બીજી વનડેમાં ભારતને 32 રને હરાવ્યું છે. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરી 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટને ચેઝ કરતી વખતે ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે 97 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. જો કે, બાદમાં શ્રીલંકાના લેગ સ્પિનર જેફરી વાંડરસે 6 વિકેટ ઝડપી મેચની સ્થિતિ બદલી હતી. જે બાદ ભારત 42.2 ઓવરમાં 208 રનમાં સમેટાઈ ગયું હતું. હાલ શ્રીલંકા આ સિરીઝમાં 1-0થી આગળ છે. પ્રથમ વનડે ટાઈ રહી હતી, ત્રીજી મેચ 7મી ઓગસ્ટે રમાશે.

પહેલી બે મેચમાં યજમાન ટીમને ફાયદો

ભારત સામેની વનડે સિરીઝ માટે શ્રીલંકાએ પોતે સ્પિન-ફ્રેન્ડલી પિચની માંગ કરી હતી કે નહીં તે અંગે દાવો કરી શકાય નહીં, પણ એ વાત પણ અવગણી ન શકાય કે પહેલી બે મેચમાં યજમાન ટીમને ખૂબ ફાયદો થયો છે. તેમજ શ્રીલંકાએ સ્પિનના હથિયારથી ટીમ ઈન્ડિયા પર હુમલો કર્યો. 

આ પણ વાંચો: Olympics-2024 : જોકોવિચે ઈતિહાસ રચ્યો, અલ્કરાજને હરાવી પેરિસમાં જીત્યો પહેલો ગોલ્ડ મેડલ

ભારતીય બેટર સ્પિન સામે લાચાર

શ્રીલંકા સામેની પ્રથમ બે વનડે મેચમાં ભારતીય બેટર સ્પિન સામે લાચાર દેખાતા હતા. વિરાટ કોહલી, શિવમ દુબે, શ્રેયસ અય્યર, શુભમન ગિલ અને કેએલ રાહુલ જેવા ખતરનાક બેટર શ્રીલંકાના સ્પિનરોનો ભોગ બન્યા હતા. અત્યાર સુધીની વનડે સિરીઝમાં રોહિત શર્માએ એકલાએ બતાવી દીધું છે કે જો તમારે શ્રીલંકામાં સફળ થવું હોય, જો તમારે રન બનાવવા હોય અને મેચ જીતવી હોય તો તમારે આક્રમક શૈલીમાં ક્રિકેટ રમવું પડશે.

ટીમ ઈન્ડિયા માત્ર 208 રનમાં ઓલઆઉટ

શ્રીલંકા સામેની બીજી વનડે મેચમાં પણ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. વાનિન્દુ હસરંગા ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો અને તેના સ્થાને જેફરી વાન્ડરસેએ લીધી. વેન્ડરસેએ બીજી વનડેમાં 10 ઓવરમાં 33 રન આપીને 6 વિકેટ ઝડપી અને ભારતીય સ્ટાર બેટરને ઘૂંટણિયે લાવ્યા હતા. વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ જેવા સ્ટાર ખેલાડીઓની ટીમ ઈન્ડિયા માત્ર 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 32 રનથી મેચ હારી ગઈ હતી.

રોહિતે પણ મેચ બાદ ભડાસ કાઢી 

કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું હતું કે ભારતીય બેટર્સએ અહીંની પીચ પ્રમાણે અનુકૂળ થવું પડશે. ડાબા અને જમણા હાથના બેટરના કોમ્બીનેશનથી અમને લાગ્યું કે સ્ટ્રાઈક ફેરવવી સરળ હશે, પરંતુ જ્યોફ્રીને શ્રેય જાય છે, તેણે છ વિકેટ લીધી.'

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય બોક્સર સાથે થઈ ચીટિંગ! જાણીજોઈને હરાવ્યાનો આરોપ

જયારે શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ કહ્યું કે 240 રનનો સ્કોર પરિસ્થિતિ માટે પૂરતો હતો. હું સ્કોરથી ખુશ હતો. 240 ખૂબ જ સારો સ્કોર હતો. એક કેપ્ટન તરીકે, મને આ પ્રકારના ચેલેન્જ ગમે છે. વાન્ડરસેનો સ્પેલ શાનદાર હતો.

'પ્લેયર ઓફ ધ મેચ' વાન્ડરસેએ કહ્યું, 'ટીમ પર ઘણું દબાણ હતું. હું આરામ બાદ પાછો ફરી રહ્યો હતો. તેનો શ્રેય લેવો સરળ છે, પરંતુ હું 240 રન બનાવનાર બેટ્સમેનોને પણ શ્રેય આપવા માંગુ છું.'

ટીમ ઈન્ડિયા સાથે દગો? શ્રીલંકાની આ ખતરનાક ચાલ કામ કરી ગઇ, મેચ બાદ રોહિતે પણ ભડાસ કાઢી 2 - image


Google NewsGoogle News