VIDEO : વિરાટને ડીન એલ્ગરે છંછેડ્યો, કિંગ કોહલીએ આપ્યો જડબાતોડ જવાબ

સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 55 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી

ભારતીય ટીમ જવાબમાં 155 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઈ હતી

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
VIDEO : વિરાટને ડીન એલ્ગરે છંછેડ્યો, કિંગ કોહલીએ આપ્યો જડબાતોડ જવાબ 1 - image
Image: File Photo

Virat Kohli-Dean Elgar Verbal Spat IND vs SA 2nd Test : વિરાટ કોહલી જયારે ક્રિકેટના મેદાન પર હોય છે ત્યારે એક્શનની સાથે સાથે એગ્રેશન પણ જોવા મળે છે. ઘણીવાર કોહલી અને વિરોધી ટીમના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી જોવા મળતી હોય છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પણ કંઇક આવું જ જોવા મળ્યું હતું. વિરાટ અને સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગર સામસામે જોવા મળ્યા હતા. 

કોહલીએ એલ્ગરને આપ્યો જડબાતોડ જવાબ

વિરાટ કોહલી જયારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે કે કોલ પર તે આઉટ થવાથી બચી ગયો હતો. DRS કોલ પર બોલ સ્ટમ્પને મિસ કરી રહ્યો હતો. તે પછી ડીન એલ્ગર વિરાટ સાથે મસ્તી કરવા પહોંચી ગયો હતો. જેનો કિંગ કોહલીએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જયારે કોહલી બોલ ટ્રેકિંગમાં બચ્યો તો એલ્ગરે કહ્યું, ‘તમે સાફ-સાફ બચી ગયા.’ જેનો જવાબ આપતા કોહલીએ કહ્યું, ‘ઓહ પ્લીઝ, આ તેનાથી ઘણું ઉપર હતું જેમાં તમે અશ્વિન સામે વર્ષ 2021માં બચ્યા હતા.’

શું હતો જૂનો વિવાદ?

જણાવી દઈએ કે વર્ષ 2021માં સાઉથ આફ્રિકા પ્રવાસ પર ભારતીય ટીમને ટેસ્ટ સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે સીરિઝમાં DRS અને બોલ ટ્રેકિંગના મુદ્દે ખુબ વિવાદ થયો હતો. વિરાટ કોહલી સહિત ઘણાં ભારતીય ખેલાડીઓએ સાઉથ આફ્રિકાના બ્રોડકાસ્ટર સુપોરસ્પોર્ટની નિંદા કરી હતી. જે પછી વિવાદ વધી ગયો હતો. એકવાર ફરી વિરાટે મજાકમાં એ મુદ્દો ઉઠાવ્યો હતો.

VIDEO : વિરાટને ડીન એલ્ગરે છંછેડ્યો, કિંગ કોહલીએ આપ્યો જડબાતોડ જવાબ 2 - image


Google NewsGoogle News