IND vs SA: પ્રથમ T20 વરસાદમાં ધોવાઈ, સુનીલ ગાવસ્કરે સાઉથ આફ્રિકાના બોર્ડને ફટકાર લગાવી, કહ્યું- 'દરેક બોર્ડ પાસે....'

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચ ડરબનમાં રમાનાર હતી

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
IND vs SA: પ્રથમ T20 વરસાદમાં ધોવાઈ, સુનીલ ગાવસ્કરે સાઉથ આફ્રિકાના બોર્ડને ફટકાર લગાવી, કહ્યું- 'દરેક બોર્ડ પાસે....' 1 - image
Image:File Photo

Sunil Gavaskar Criticized South Africa Cricket Board : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20I સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી. બંને ટીમો વચ્ચે આ પ્રથમ મેચ ડરબનમાં રમાનાર હતી પરંતુ વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો અને મેચ રદ્દ કરવામાં આવી હતી. જેના કારણે ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સુનિલ ગાવસ્કર ભડકી ગયા હતા.તેમણે સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડને ખરીખોટી સંભળાવી હતી. ગાવસ્કરના ગુસ્સાનું કારણ એ હતું કે વરસાદ દરમિયાન મેદાન સંપૂર્ણપણે ઢંકાયેલું ન હતું. તેમણે કહ્યું હતું કે દરેક બોર્ડ પાસે સમગ્ર મેદાનને કવર કરવા માટે પૂરતા પૈસા છે. જો એવું નથી, તો તેઓ જૂઠું બોલી રહ્યા છે. 

દરેક ક્રિકેટ બોર્ડ પાસે એટલા પૈસા હોય છે કે જેથી તેઓ કવર્સ ખરીદી શકે - ગાવસ્કર

સુનિલ ગાવસ્કરે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડની ટીકા કરતા કહ્યું હતું કે, 'તમામ ક્રિકેટ બોર્ડને ખૂબ પૈસા મળે છે. જો તેઓ કહે છે કે પૈસા મળ્યા નથી, તો તેઓ ખોટું બોલે છે. ભલે તેમની પાસે BCCI જેટલા પૈસા ન હોય, પરંતુ દરેક બોર્ડ પાસે ચોક્કસપણે પૂરતા પૈસા હોય છે કે તેઓ સમગ્ર મેદાનને ઢાંકવા માટે કવર ખરીદી શકે.'

ગાવસ્કરે ગાંગુલી અને ઈડન ગાર્ડનના કર્યા વખાણ

ગાવસ્કરે ઈડન ગાર્ડનના વખાણ કરતા કહ્યું હતું કે કેવી રીતે ઈડન ગાર્ડનના સમગ્ર મેદાનને કવરથી ઢાંકવામાં આવ્યું હતું. એક ટેસ્ટ મેચને યાદ કરતા તેમણે કહ્યું, "મને યાદ છે કે ઈડન ગાર્ડનમાં એક ટેસ્ટ મેચ હતી જેમાં રમત શરૂ થતા પહેલા થોડી સમસ્યા હતી અને પછીની મેચમાં ઈડન ગાર્ડન સંપૂર્ણપણે કવર થઈ ગયું હતું. તમે આવી પહેલ કરવા ઈચ્છો છો. તે સમયે સૌરવ ગાંગુલી ઇન્ચાર્જ હતો અને તેણે ખાતરી કરી હતી કે મેદાન પર કોઈ આંગળી ઉઠાવી શકે નહીં.

IND vs SA: પ્રથમ T20 વરસાદમાં ધોવાઈ, સુનીલ ગાવસ્કરે સાઉથ આફ્રિકાના બોર્ડને ફટકાર લગાવી, કહ્યું- 'દરેક બોર્ડ પાસે....' 2 - image


Google NewsGoogle News