IND Vs SA T20 World Cup Final: ફાઇનલમાં વરસાદની શક્યતા કેટલી, મેચ ધોવાઈ જાય તો કોણ બનશે વિજેતા?

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
IND Vs SA T20 World Cup Final


T20 World cup Final: આવતીકાલે T20 વર્લ્ડકપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા આમનેસામને ટકરાશે. ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવીને ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. દક્ષિણ આફ્રિકા પહેલી વહેલી વખત કોઈપણ વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી શક્યું છે. તો બીજી તરફ ભારત છેલ્લા 13 વર્ષથી ICC ટુર્નામેન્ટ જીતી શક્યું નથી. માટે કોઈપણ મેચ જીતે, આ જીત ઐતિહાસિક રહેવાની.

ક્યાં રમાશે મેચ?

આ મેચ વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં રમાશે. બ્રિજ ટાઉનમાં કેસિંગ્ટન ઓવલ મેદાનમાં રમાનાર આ મેચમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

ક્યારે શરૂ થશે મેચ?

આ મેચ 29 જૂનના દિવસે શનિવારે ભારતીય સમય પ્રમાણે સાંજે 8 વાગ્યે શરૂ થશે. અગાઉ ભારતની તમામ મેચો આ જ સમયે શરૂ થઈ હતી. 

વરસાદની કેટલી શક્યતા?

વેસ્ટ ઈન્ડિઝમાં લગભગ દરરોજ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ટી20 વર્લ્ડ કપની ઘણી મેચો રદ કરવામાં આવી હતી. વેસ્ટ ઈન્ડિઝમાં અમુક વિસ્તારોમાં લગભગ દરરોજ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ટી20 વર્લ્ડ કપની ઘણી મેચો રદ કરવામાં આવી હતી. ફાઇનલ મેચમાં પણ વરસાદ પડે તેવી પ્રબળ શક્યતા જણાઈ રહી છે. સ્થાનિક હવામાન વિભાગના અનુમાન પ્રમાણે શનિવારે અહીં વરસાદની 70% જેટલી શક્યતાઓ છે. 

રિઝર્વ ડે પર રમાઈ શકે છે મેચ

ICC ના શેડ્યૂલ પ્રમાણે જો શનિવારે વરસાદ પડે તો મેચ રિઝર્વ ડે ના દિવસે રમાઈ શકે છે. ફાઇનલ માટે એક દિવસ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. એટલે કે 29 તારીખે મેચ નહીં રમાય તો 30 જૂન અને રવિવારે મેચ રમાઈ શકે છે. 

રિઝર્વ ડે પર પણ ન રમાય તો?

જો શનિ અને રવિવાર એમ બંને દિવસે વરસાદ પડે અને 3 કલાક જેટલા રિઝર્વ ટાઈમ બાદ પણ મેચ ન રમાઈ શકે તો બંને ટીમોને વિજેતા ઘોષિત કરવામાં આવશે.

એડન માર્કરમનો જબરદસ્ત રેકોર્ડ 

દક્ષિણ આફ્રિકન ટીમ અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચી ચૂકી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમનો કેપ્ટન તરીકે રેકોર્ડ જબરદસ્ત રહ્યો છે. દક્ષિણ આફ્રિકા આ વખતે વર્લ્ડકપ જીતે તેવી તેને આશા હશે. કારણ કે ICC ટુર્નામેન્ટમાં તે આજ સુધી માર્કરમ કેપ્ટન તરીકે એક પણ મેચ હાર્યો નથી.



Google NewsGoogle News