T20 World cup Final IND vs SA: ફાઇનલ પહેલા ટેન્શન! રોહિત શર્મા કરતાં જબરદસ્ત રહ્યો છે દક્ષિણ આફ્રિકન કેપ્ટનનો આ રેકોર્ડ

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
Aiden markram


IND vs SA T20 World cup Final: આજે વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. આફ્રિકા ODI કે T20 કોઈપણ વર્લ્ડ કપની ફાઈનલમાં પહેલી વખત પહોંચ્યું છે. ભારતીય ટીમ પાસે 2007 પછી 17 વર્ષે T20 વર્લ્ડ કપમાં બીજી વખત ચેમ્પિયન બનવાની તક છે. આ ઉપરાંત ટીમનું 11 વર્ષ બાદ ICC ટ્રોફી જીતવાનું સપનું પણ સાકાર થઈ શકે છે. ત્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ખરાખરીનો ફાઈનલ મુકાબલો જોવા મળશે.

દક્ષિણ આફ્રિકન ટીમ અફઘાનિસ્તાનને હરાવીને તો ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી ચૂકી છે. અગાઉ રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં ભારત ODI વર્લ્ડકપની ફાઇનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન શીપની ફાઇનલ હારી ચૂક્યું છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમ (Aiden Markram) નો કેપ્ટન તરીકે રેકોર્ડ જબરદસ્ત રહ્યો છે. દક્ષિણ આફ્રિકા આ વખતે વર્લ્ડકપ જીતે તેવી તેને આશા હશે. કારણ કે ICC ટુર્નામેન્ટમાં તે આજ સુધી માર્કરમ કેપ્ટન તરીકે એક પણ મેચ હાર્યો નથી.

કેપ્ટન એડન માર્કરમનો જબરદસ્ત રેકોર્ડ

એડન માર્કરમ દક્ષિણ આફ્રિકન ટીમ માટે ખૂબ ભાગ્યશાળી કેપ્ટન સાબિત થયો છે. તેની આગેવાનીમાં 2014માં પ્રોટિયસ ટીમ અંડર19 વર્લ્ડકપ જીતી હતી. આ ટુર્નામેન્ટમાંની તમામ 6 મેચો તેની ટીમ જીતી હતી. ત્યાર પછી ગયા વર્ષે વર્લ્ડકપ 2023ની બે મેચોમાં તેણે આગેવાની કરી હતી. આ બંને મેચો દક્ષિણ આફ્રિકા જીત્યું હતું.

T20 વર્લ્ડકપ 2024માં પણ એકપણ મેચ નથી હાર્યું દક્ષિણ આફ્રિકા

હાલ ચાલી રહેલી ટુર્નામેન્ટ T20 વર્લ્ડકપ 2024ની તમામ 8 મેચો પણ દક્ષિણ આફ્રિકન ટીમ જીતી છે. સેમિ ફાઇનલમાં તો અફઘાનિસ્તાનને સજ્જડ માત આપી હતી અને માત્ર 56 રને ઓલ આઉટ કરીને 9 વિકેટે વિજય મેળવ્યો હતો. માર્કરમ દક્ષિણ આફ્રિકાને પહેલી વખત વર્લ્ડકપ ફાઇનલ સુધી દોરી જનાર કેપ્ટન પણ બન્યો છે.

ICC વર્લ્ડકપની ફાઇનલમાં પહેલી વખત  પહોંચી ટીમ

દક્ષિણ આફ્રિકા અગાઉ 7 વખત ICC વર્લ્ડકપની (વન-ડે અને t20 બંને મળીને) સેમિફાઇનલ હારી ચૂક્યું છે. પરંતુ આ 8મી સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવીને તેઓ ફાઇનલમાં પહોંચ્યા છે. માર્કરમની કેપ્ટન્સીમાં દક્ષિણ આફ્રિકાને આશા છે કે આ વખતે તેઓ ફાઇનલ અને ટુર્નામેન્ટ બંને જીતીને ઇતિહાસ રચી બતાવશે.


Google NewsGoogle News