IND vs ENG Final: આવું કરવાની જરૂર જ નથી, ફાઇનલ પહેલા કેમ નારાજ થયા કોચ રાહુલ દ્રવિડ?

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
rohit sharma rahul dravid

T20 World Cup 2024 Final Ind vs SA: ભારતીય ક્રિકેટ ટીમ ICC T20 વર્લ્ડ કપ 2024 ની ફાઇનલમાં (T20 World Cup 2024 Final) દક્ષિણ આફ્રિકા (INDvsSA) સામે રમશે. આ મેચ સાથે જ ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આ વખતે ચાહકો માત્ર કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે જ T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતતા જોવા નથી ઈચ્છતા, પરંતુ આ ટાઈટલ જીત્યા બાદ કોચ દ્રવિડની સારી ફેરવેલ માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે. પરંતુ એક વાતથી ભારતીય કોચે ફેન્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા એક અભિયાન પર નારાજગી વ્યક્ત કરી છે.

રાહુલ દ્રવિડનો કોચ તરીકે છેલ્લો વર્લ્ડકપ

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપ 2023 પછી લંબાવવામાં આવ્યો હતો. આ T20 વર્લ્ડ કપ બાદ તેમનો કાર્યકાળ સમાપ્ત થશે. કોચ દ્રવિડ માટે વર્લ્ડ કપ જીતવા માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દ્રવિડના ચાહકો તેનાં માટે આ વર્ષની ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતવા માટે આ અભિયાન ચલાવી રહ્યા છે. મેચ ટેલિકાસ્ટ કરી રહેલા સ્ટાર સ્પોર્ટ્સ પર જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું તો દ્રવિડ પોતે આ વાતથી નારાજ જોવા મળ્યો હતો.

દ્રવિડે આ મામલે જતીન સપરુંને કહ્યું હતું કે, “આ હું જે પ્રકારનો વ્યક્તિ છું તેની વિરુદ્ધ છે. તે સંપૂર્ણપણે મારા સિદ્ધાંતોની વિરુદ્ધ છે. હું કોઈના માટે ટ્રોફી જીતવા જેવી બાબતોમાં માનતો નથી.'

દ્રવિડે એક ઘટનાને યાદ કરતાં કહ્યું હતું કે, 'મને યાદ છે કે કોઈને પૂછવામાં આવ્યું કે તમે એવરેસ્ટ કેમ ચઢવા માંગો છો, તો જવાબ મળ્યો હતો કે: હું એવરેસ્ટ પર ચઢવા માંગુ છું કારણ કે તે છે. તો આપણે શા માટે આ વર્લ્ડ કપ જીતવો છે? અરે આપણે જીતવું છે કારણ કે વર્લ્ડકપ રમાઈ રહ્યો છે." તે કોઈ વ્યક્તિ માટે જીતવાનો નથી, અને તે કોઈના ખાતર જીતવાનો નથી."

તેણે આગળ કહ્યું હતું કે, “આપણે અહીં આ ટ્રોફી જીતવા આવ્યા છીએ અને આપણે આ વર્લ્ડ કપ જીતવો છે બસ. એના માટે સારું ક્રિકેટ રમવું પડશે. આ ટ્રોફી એક વ્યક્તિ માટે જીતવી ન જોઈએ, હું આની વિરુદ્ધ છું. મને ખબર નથી કે શું કહેવું. હું તેના વિશે વાત પણ કરવા માંગતો નથી. જો તમે આ ઝુંબેશ બંધ કરાવો તો મને તે ગમશે."


Google NewsGoogle News