રાહુલ કરશે T20 ટીમની કેપ્ટનશીપ! બ્રોડકાસ્ટરના નવા પ્રોમો વીડિયોમાંથી હાર્દિક પંડ્યા થયો આઉટ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 10 ડિસેમ્બરથી ત્રણ મેચની T20I સિરીઝ રમાશે

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
રાહુલ કરશે T20 ટીમની કેપ્ટનશીપ! બ્રોડકાસ્ટરના નવા પ્રોમો વીડિયોમાંથી હાર્દિક પંડ્યા થયો આઉટ 1 - image
Image:Twitter

IND vs SA : ભારતીય ક્રિકેટ ટીમે ODI World Cup 2023 સમાપ્ત થયા બાદ T20 World Cup 2024ની તૈયારી શરુ કરી દીધી છે. હાલ તે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચોની T20I સિરીઝ રમી રહી છે. હાલમાં ભારતીય ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરી રહ્યો છે. આ સિરીઝ પછી ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે. ત્યાં T20, વનડે અને ટેસ્ટ સિરીઝ રમશે. આ પ્રવાસની શરૂઆત T20ઈ સિરીઝથી થશે પરંતુ સૌથી મોટી ચિંતાની વાત એ છે કે સાઉથ આફ્રિકા સામે રમાનાર T20I સિરીઝમાં ભારતીય ટીમનો કેપ્ટન કોણ હશે.

હાર્દિક પંડ્યા પ્રોમો વીડિયોમાંથી ગાયબ

T20 ફોર્મેટમાં ભારતીય ટીમની હાલત જોઈને લાગે છે કે દરેક સિરીઝમાં નવો કેપ્ટન જોવા મળી શકે છે. રોહિત શર્માને ત્રણેય ફોર્મેટની કપ્તાની આપી ત્યારથી BCCIએ T20માં ઘણા કેપ્ટનોનો ઉપયોગ કર્યો છે, અને હાર્દિક પંડ્યાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ સાઉથ આફ્રિકા સિરીઝ પહેલા બ્રોડકાસ્ટર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોમોમાં હાર્દિક પંડ્યા દેખાઈ જ નથી રહ્યો.

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ સોંપવામાં આવી

હાર્દિક પંડ્યા ODI World Cup 2023માં બાંગ્લાદેશ સામે રમાયેલી લીગ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે સમગ્ર ટુર્નામેન્ટથી બહાર થીદ ગયો હતો. મળેલા અહેવાલો મુજબ તે સાઉથ આફ્રિકા સામે રમાનાર સિરીઝ સુધી પણ સ્વસ્થ થઇ શકશે નહીં. આ જ કારણે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી T20I સિરીઝમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. આ દરમિયાન સાઉથ આફ્રિકા સિરીઝ માટે એક નવો પ્રોમો વીડિયો સામે આવ્યો છે જેમાં કે.એલ રાહુલ દેખાઈ રહ્યો છે. આ નવા વીડિયો(KL Rahul Replace Hardik Pandya In New Featuring Promo Video)માં હાર્દિકની જગ્યાએ કે.એલ રાહુલ સાઉથ આફ્રિકા જઈને T20 સિરીઝ રમવા અને જીતવાની વાત કરી રહ્યો છે.

કે.એલ રાહુલની કેપ્ટન તરીકે ટીમ ઇન્ડિયામાં વાપસી!

કે.એલ રાહુલનો પ્રોમો જોઈને એક વાત કન્ફર્મ થઈ ગઈ છે કે કે.એલ રાહુલ સાઉથ આફ્રિકામાં યોજાનારી T20 સિરીઝની ટીમનો ભાગ હશે અને કદાચ મેચ પણ રમશે. જો કે પ્રોમોમાં તેનો વીડિયો જોયા બાદ સોશ્યલ મીડિયા પર ફેન્સ કહેવા લાગ્યા છે કે કે.એલ રાહુલ કેપ્ટન તરીકે વાપસી કરી રહ્યો છે. કેટલાક લોકો તેને કેપ્ટનશીપ માટે શ્રેષ્ઠ વિકલ્પ ગણાવી રહ્યા છે.

રાહુલ કરશે T20 ટીમની કેપ્ટનશીપ! બ્રોડકાસ્ટરના નવા પ્રોમો વીડિયોમાંથી હાર્દિક પંડ્યા થયો આઉટ 2 - image


Google NewsGoogle News