'રોહિતે રમવાની રીત બદલવી પડશે', ટેસ્ટ સિરીઝ માટે દિગ્ગજે કેપ્ટનને આપી મહત્વની સલાહ
ભારતે સાઉથ આફ્રિકામાં એક પણ ટેસ્ટ સિરીઝ જીતી નથી
ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં બોક્સિંગ ડેના દિવસે રમાનાર છે
Image:FilePhoto |
IND vs SA Test Series : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝનું પ્રારંભ આવતીકાલથી થવાનું છે. આ સિરીઝની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં બોક્સિંગ ડેના દિવસે રમાનાર છે, જેથી તેને બોક્સિંગ ડે ટેસ્ટ મેચ પણ કહેવામાં આવે છે.
ભારતે સાઉથ આફ્રિકામાં એક પણ ટેસ્ટ સિરીઝ જીતી નથી
ભારતીય ક્રિકેટ ટીમે સૌથા આફ્રિકામાં અત્યાર સુધી એક પણ ટેસ્ટ સિરીઝ જીતી નથી. આ પહેલા ભારતીય ટીમ વિરાટ કોહલી, એમએસ ધોની, સૌરવ ગાંગુલી સહિત ઘણાં કેપ્ટનોના નેતૃત્વ હેઠળ ટેસ્ટ સિરીઝ રમવા માટે સાઉથ આફ્રિકા ગઈ છે, પરંતુ એકવાર પણ તે સિરીઝ જીતી શકી નથી. ગઈકાલે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ફરી એકવાર જીતની આશા સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. જો રોહિતને ટીમને જીત અપાવવી છે તો પોતાની બેટિંગથી કમાલ કરવી પડશે.
સુનીલ ગાવસ્કરે રોહિતને એક ખાસ સલાહ આપી
રોહિત શર્મા ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન છે અને ટેસ્ટ મેચમાં ઓપનિંગ બેટ્સમેનો પર વધુ જવાબદારી હોય છે. આવી સ્થિતિમાં રોહિતને બંને મેચમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કરવું પડશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે રોહિતને એક ખાસ સલાહ આપી છે.
તમારે તમારી માનસિક સ્થિતિને ટેસ્ટ મેચ મુજબ કરવી પડશે
સુનીલ ગાવસ્કરે સલાહ આપતા કહ્યું, 'તમારે તમારી માનસિક સ્થિતિને ટેસ્ટ મેચ મુજબ કરવી એ સૌથી મહત્વપૂર્ણ રહેશે. રોહિત વનડે ફોર્મેટમાં બેટિંગ કરી રહ્યો હતો, જ્યાં તેણે બેટ્સમેન તરીકે આક્રામક ભૂમિકા ભજવવાની જવાબદારી ઉઠાવી હતી અને પ્રથમ 10 ઓવરમાં ફિલ્ડ રિસ્ટ્રિક્સનનો ફાયદો ઉઠાવીને વધુને વધુ રન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
રોહિત પોતાના શોટ્સની રેન્જ સાથે 180-190 રન બનાવી શકે છે
ગાવસ્કરે વધુમાં કહ્યું, 'તેણે ટેસ્ટ ક્રિકેટ માટે પોતાનો અભિગમ સંપૂર્ણપણે બદલવો પડશે કારણ કે તેણે આખો દિવસ બેટિંગ વિશે વિચારવું પડશે. જો તે આખો દિવસ બેટિંગ કરે છે, તો તેની પાસેના શોટ્સની રેન્જ સાથે તે દિવસના અંત સુધીમાં ચોક્કસપણે 180 કે 190 રન બનાવી શકે છે અને પછી ભારતીય ટીમનો સ્કોર પણ 300થી વધુ થઇ જશે.'