Get The App

IND vs SA : શુભમન ગિલ ટેસ્ટમાં ફ્લોપ સાબિત થયો! જાણો તેનું ફોર્મ ખરાબ કે પોઝીશન

ટેસ્ટ ફોર્મેટમાં શુભમન ગિલનું પરફોર્મન્સ ફરી ફ્લોપ

સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ગિલે બનાવ્યા માત્ર 2 રન

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
IND vs SA : શુભમન ગિલ ટેસ્ટમાં ફ્લોપ સાબિત થયો! જાણો તેનું ફોર્મ ખરાબ કે પોઝીશન 1 - image


Shubman Gill vs South Africa: 2023નું વર્ષ ઇન્ડિયન ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલ અત્યાર સુધી ઘણું સારું રહ્યું છે. પરંતુ આ વર્ષે તેને ટેસ્ટમાં ચમકી શક્યો નથી. મોટાભાગે શુભમન ગિલ ઓપનર તરીકે રમતા જોવા મળે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ટેસ્ટમાં ત્રીજા નંબર પર રમી રહ્યો છે. તેમજ ઘણા સમયથી તેના ટેસ્ટ મેચના પ્રદર્શનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 

ગિલે 12 બોલમાં 2 જ રન બનાવ્યા 

શુબમન ગિલનું બેટ ટેસ્ટ ક્રિકેટમાં સતત ફ્લોપ સાબિત થઈ રહ્યું છે. સેન્ચુરિયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જેમાં શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં નિરાશ કર્યા હતા. જેમાં તેણે 12 બોલમાં 2 જ રન બનાવ્યા હતા. 

ટેસ્ટમાં શુભમન ગિલ શા માટે ફ્લોપ?

શુભમન ગિલ તેની છેલ્લી 6 ટેસ્ટ ઇનિંગ્સમાં 30 રન સુધી પણ પહોંચી શક્યો નથી. તેમાંથી તેણે ત્રીજા નંબર પર 4 ઇનિંગ્સ રમી છે. ગિલે છેલ્લી 4 ઇનિંગ્સમાં 06, 10, 29* અને 2 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાએ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી તે ટેસ્ટમાં ઓપનર નહિ પરંતુ ત્રીજા નંબર પર રમી રહ્યો છે. અગાઉ, તેણે વર્ષ 2021માં ટેસ્ટ મેચ દરમિયાન ત્રીજા નંબર પર બેટિંગ કરી હતી, જ્યારે તેણે 47 રનની ઇનિંગ રમી હતી.

ફોર્મેટ કે પોઝીશન શું જવાબદાર?

શુભમન ગિલે ઓપનર તરીકે 16 મેચ રમી છે. આ મેચોમાં શુભમને 874 રન બનાવ્યા છે, જેમાં 2 સેન્ચુરી પણ સામેલ છે. જયારે હાલમાં તે 4 મેચની 5 ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયા માટે ત્રીજા નંબર પર બેટિંગ કરી છે. જેમાં તે 94 રન જ બનાવી શક્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ગિલ એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. આવી સ્થિતિમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે બેટિંગ સ્થિતિમાં બદલાવ પછી તેની અસર તેની રમત પર જોવા મળી.

વર્ષ 2023માં શુભમન ગિલનું પ્રદર્શન

ગિલે આ વર્ષે ભારત માટે 29 ODI મેચ રમી છે. આ મેચોમાં તેણે  1584 રન બનાવ્યા છે. જેમાં 9 અડધી સદી અને 5 સદી સામેલ છે. તેમજ 13 T20 મેચમાં, તેણે 1 સદી અને 1 અડધી સદી સાથે 312 રન બનાવ્યા છે. પરંતુ તે 6 ટેસ્ટ મેચમાં માત્ર 232 રન જ બનાવી શક્યો હતો. જેમાં માત્ર 1 સદીનો સમાવેશ થાય છે.

IND vs SA : શુભમન ગિલ ટેસ્ટમાં ફ્લોપ સાબિત થયો! જાણો તેનું ફોર્મ ખરાબ કે પોઝીશન 2 - image



Google NewsGoogle News