Get The App

VIDEO : સંજુ સેમસનના છગ્ગાથી મહિલા દર્શક થઈ ઈજાગ્રસ્ત, ગાલ પર જઇને વાગ્યો બોલ

Updated: Nov 16th, 2024


Google News
Google News
Sanju Samson


Sanju Samson Six: સાઉથ આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં ભારતીય બેટર સંજુ સેમસને પોતાની ધમાકેદાર ઇનિંગથી ધૂમ મચાવી દીધી હતી. પ્રથમ ઓવરમાં માંડ માંડ બચ્યા બાદ, સંજુએ બીજી જ ઓવરથી આફ્રિકન બોલરો સામે ધમાકેદાર બેટિંગ કરી. એવામાં એક જોરદાર સિક્સે સ્ટેડિયમમાં બેઠેલી એક મહિલા દર્શકને ઇજા પહોંચાડી હતી. 

મહિલા ચાહક ઘાયલ

સાઉથ આફ્રિકા સામે રમાયેલી ચોથી T20 મેચમાં સંજુએ 28 બોલમાં સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ તેણે વધુ એક સ્કાયસ્ક્રેપર સિક્સર ફટકારી હતી. પરંતુ આ વખતે બોલ સ્ટેડિયમમાં બેઠેલી મહિલા દર્શકને વાગ્યો. મહિલાને તેના ગાલ પર ઈજા થઈ અને તે સ્ટેન્ડમાં જ રડવા લાગી હતી. સંજુના શોટથી નજીકના દર્શકો પણ ડરી ગયા હતા. જોકે, બાદમાં મહિલા ચાહકને શાંત કરવામાં આવી હતી.

સંજુ અને તિલકે ઈતિહાસ રચ્યો

આ મેચમાં સંજુ સેમસન અને તિલક વર્માએ પોતાની ધૂંઆધાર બેટિંગનું પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો હતો. સંજુએ 51 બોલમાં તો તિલક 41 બોલમાં તેની સેન્ચુરી પૂરી કરી હતી. બંને બેટ્સમેનએ T-20Iની એક ઇનિંગમાં સેન્ચુરી ફટકારી હતી. તિલકે બેક ટુ બેક T20માં સદી ફટકારીને આવું કરનાર બીજો ભારતીય બેટર બન્યો. 

VIDEO : સંજુ સેમસનના છગ્ગાથી મહિલા દર્શક થઈ ઈજાગ્રસ્ત, ગાલ પર જઇને વાગ્યો બોલ 2 - image

Tags :
ind-vs-sasanju-samsonfan-girl-injured-by-sanju-samson-six

Google News
Google News