IND vs SA : વિરાટ સેહવાગ-દ્રવિડનો રેકોર્ડ તોડવાની નજીક, રોહિતને સાઉથ આફ્રિકામાં ઇતિહાસ રચવાની તક

વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની 14 મેચમાં 1236 રન બનાવ્યા છે

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
IND vs SA : વિરાટ સેહવાગ-દ્રવિડનો રેકોર્ડ તોડવાની નજીક, રોહિતને સાઉથ આફ્રિકામાં ઇતિહાસ રચવાની તક 1 - image
Image:File Photo

Virat Kohli Record IND vs SA : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી શરુ થવાની છે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ મેચથી મેદાન પર પરત ફરશે. તે ODI World Cup 2023થી ક્રિકેટથી દૂર છે. કોહલીની સાથે સાથે રોહિત શર્માની પણ વાપસી થશે. આ બંને ખેલાડીઓ પાસે આ સિરીઝમાં ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે.

વિરાટ કોહલી પાસે સેહવાગ અને દ્રવિડથી આગળ નીકળવાની તક

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં સચિન તેંડુલકરે અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા છે. કોહલી આ મામલે વીરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડને પાછળ છોડી શકે છે. આ લીસ્ટમાં કોહલી સાતમા નંબરે છે. તેણે 14 મેચમાં 1236 રન બનાવ્યા છે. કોહલીએ 3 સદી અને 4 ફિફ્ટી ફટકારી છે. દ્રવિડ છઠ્ઠા અને સેહવાગ પાંચમા સ્થાને છે. દ્રવિડે 21 મેચમાં 1252 રન બનાવ્યા છે. સેહવાગે 15 મેચમાં 1306 રન બનાવ્યા છે. તેથી કોહલીને તેનો રેકોર્ડ તોડવા માટે 2 મેચમાં 71 રનની જરૂર પડશે.

જેક કાલિસ લીસ્ટમાં બીજા નંબરે

આ લીસ્ટમાં સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી જેક કાલિસ બીજા સ્થાને છે. કાલિસે 18 મેચમાં 1734 રન બનાવ્યા છે. તેણે 7 સદી અને 5 ફિફ્ટી ફટકારી છે. તેણે બેવડી સદી પણ ફટકારી છે. કાલિસનો સર્વશ્રેષ્ઠ સ્કોર 201 રન અણનમ રહ્યો છે. હાશિમ અમલા ત્રીજા નંબર પર છે. તેણે 21 મેચમાં 1528 રન બનાવ્યા છે. જયારે એબી ડી વિલિયર્સ ચોથા નંબર પર છે.

રોહિત શર્મા પાસે ઈતિહાસ રચવાની તક

ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. ભારતીય ટીમના દિગ્ગજ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી પણ ભારતીય ટીમને સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતાવી શક્યા નથી. હવે રોહિત શર્મા સાઉથ આફ્રિકામાં યોજાનારી ટેસ્ટ સિરીઝમાં પ્રથમ વખત ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. આવી સ્થિતિમાં જો રોહિત શર્મા આ સીરીઝ જીતી લે છે તો તે તેની કેપ્ટનશીપ કરિયર માટે મોટી ઉપલબ્ધિ હશે. આ સાથે તે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતનાર પ્રથમ કેપ્ટન બની જશે.

IND vs SA : વિરાટ સેહવાગ-દ્રવિડનો રેકોર્ડ તોડવાની નજીક, રોહિતને સાઉથ આફ્રિકામાં ઇતિહાસ રચવાની તક 2 - image


Google NewsGoogle News