VIDEO : પાકિસ્તાન બાદ હવે ભારતીય ખેલાડીઓ માથા પર ટ્રોલી લઈને ભાગ્યા, જુઓ સાઉથ આફ્રિકા પહોંચતા જ શું થયું

ભારતીય ખેલાડીઓ હેડ કોચ રાહુલ દ્રવિડ અને સપોર્ટિંગ સ્ટાફ સાથે સાઉથ આફ્રિકા પહોંચ્યા

ભારતીય ટીમ આ પ્રવાસમાં 3 મેચની T20 અને ODI સિરીઝ જયારે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
VIDEO : પાકિસ્તાન બાદ હવે ભારતીય ખેલાડીઓ માથા પર ટ્રોલી લઈને ભાગ્યા, જુઓ સાઉથ આફ્રિકા પહોંચતા જ શું થયું 1 - image
Image:Screengrab

Team India Reached South Africa : થોડા દિવસ પહેલા સોશ્યલ મીડિયા અપર પાકિસ્તાની ખેલાડીઓની એક તસવીર વાયરલ થઇ રહી હતી જેમાં તેઓ ઓસ્ટ્રેલિયા પહોંચીને પોતાનું સામાન ઉઠાવતા દેખાઈ રહ્યા હતા. હવે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ખેલાડીઓ સામાનની ટ્રોલી બેગ માથા પર ઉચકીને ભાગતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો કોઈ અન્ય ટીમના ખેલાડીઓનો નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો છે.

ખેલાડીઓ માથા પર ટ્રોલી બેગ લઈને દોડતા જોવા મળ્યા

ગઈકાલે સવારે ભારતીય ખેલાડીઓ હેડ કોચ રાહુલ દ્રવિડ અને સપોર્ટિંગ સ્ટાફ સાથે સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા. BCCIએ આ સમગ્ર પ્રવાસનો વીડિયો પણ શેર કર્યો છે. ભારતની ફ્લાઈટ લેન્ડ થતાં જ વરસાદ શરૂ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં વરસાદથી બચવા માટે ખેલાડીઓ માથા પર ટ્રોલી બેગ લઈને દોડતા જોવા મળ્યા હતા. ડરબન પહોંચ્યા બાદ ભારતીય ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલના કર્મચારીઓ એન્ટ્રી પર ઉભા રહીને તાળીઓ પાડતા જોવા મળ્યા હતા. યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશને તાળીઓ પાડીને અભિવાદન સ્વીકાર્યું હતું.

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આરામની માંગણી કરી

ભારતીય ટીમ આ પ્રવાસમાં 3 મેચની T20 અને ODI સિરીઝ  જયારે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. T20 સિરીઝ 10 ડિસેમ્બરથી રમાશે, જેના માટે સૂર્યકુમાર યાદવને ટીમની કપ્તાની આપવામાં આવી છે. જયારે ODI સિરીઝમાં કેપ્ટનશીપ કે.એલ રાહુલને સોંપવામાં આવી છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ સિરીઝ માટે આરામની માંગણી કરી હતી. આ બંને ખેલાડીઓ ટેસ્ટ સિરીઝમાં જોવા મળશે.

VIDEO : પાકિસ્તાન બાદ હવે ભારતીય ખેલાડીઓ માથા પર ટ્રોલી લઈને ભાગ્યા, જુઓ સાઉથ આફ્રિકા પહોંચતા જ શું થયું 2 - image


Google NewsGoogle News