IND vs SA : પહેલી વનડેમાં રિંકૂ સિંહ અને સંજૂ સેમસનને મળશે મોકો? કેપ્ટન કે.એલ રાહુલે પ્લેઈંગ 11ને લઈને આપી મોટી અપડેટ
આવતીકાલે (રવિવાર) પહેલા વનડે મુકાબલામાં જોહાન્સબર્ગમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. વનડે ટીમની કમાન આ વખતે કે.એલ રાહુલને સોંપવામાં આવી છે. સીનિયર્સ ખેલાડીઓને આ સીરીઝ માટે આરામ અપાયો છે. સાઉથ આફ્રિકાની ધરતી પર યુવા પ્લેયર્સની પાસે ખુદને સાબિત કરવાનો આ સોનેરી મોકો હશે. ટી-20માં બેટથી ધમાલ મચાવનારા રિંકૂ સિંહને પહેલીવાર વનડે ટીમમાં સામેલ કરાયો છે. આ વચ્ચે કેપ્ટન કે.એલ રાહુલે પહેલી વનડે માટે પ્લેઈંગ ઈલેવનને લઈને મોટી અપડેટ આપી છે.
સંજૂ સેમસન પર શું બોલ્યા કે.એલ રાહુલ?
વનડે સીરીઝની શરૂઆત પહેલા થયેલી પ્રેસ કોન્ફરન્સમાં કે.એલ રાહુલે જણાવ્યું કે, સંજૂ સેમસન પ્લેઈંગ 11નો ભાગ હશે અને તેઓ મિડિલ ઓર્ડરમાં રમતા જોવા મળશે. તેમણે કહ્યું કે, હાં, મને લાગે છે કે, સંજૂ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે અને વનડે ક્રિકેટમાં તેઓ આ રોલ પ્લે કરે છે. સંજૂ નંબર પાંચ કે છ પર બેટિંગ કરતા નજરે પડશે. હાલ માટે આ સીરીઝમાં વિકેટકીપિંગની જવાબદારી હું સંભાળીશ, પરંતુ જો મોકો મળશે તો સંજૂ પણ કીપિંગ કરશે.
રિંક સિંહને મળશે ચાન્સ?
કે.એલ રાહુલે કહ્યું કે, રિંકૂ સિંહને વનડે સીરીઝમાં મોકો મળશે અને તેમને જે રીતની રમત ટી-20માં બતાવી છે તે તેમની ક્ષમતાને બતાવે છે. ભારતીય કેપ્ટને રિંકૂ સિંહના વનડેમાં નંબર છ પર રમવાના સવાલ પર કહ્યું, હાં, મારું પણ એવું જ વિચારવાનું છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ કેટલા દમદાર ખેલાડી છે. આપણે સૌએ IPLમાં જોયું છે કે, તેઓ કેટલા લાયક છે. જોકે, તેમની સૌથી સારી વાત ટી-20 સીરીઝમાં તેમના ટેમ્પરામેન્ટ રહ્યું. હા, તેમને વનડે સીરીઝમાં રમવાનો મોકો મળશે.