IND vs SA : ભારત માટે 'કરો યા મારો'ની સ્થિતિ, આજે સાઉથ આફ્રિકા સામે ત્રીજી T20માં થશે ટક્કર
સાઉથ આફ્રિકાની ટીમે બીજી T20Iમાં ભારતને હરાવીને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી હતી
ભારત અત્યાર સુધી આફ્રિકામાં ત્રણ મેચની એક પણ T20I સિરીઝ હાર્યું નથી
Image:Twitter |
IND vs SA 3rd T20I : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20I સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ આજે જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સમાં રમાશે. આ અગાઉ બીજી T20I મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે ભારતને હરાવીને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી હતી. જો કે સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી. આવી સ્થિતિમાં આ ત્રીજી મેચ બંને ટીમો માટે ખુબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. ભારત આ મેચ જીતીને સિરીઝમાં બરાબરી કરવા મેદાન પર ઉતરશે તો બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા માંગશે.
સાઉથ આફ્રિકામાં કાયમ ભારતનું વર્ચસ્વ ખતરામાં
છેલ્લા પાંચ વર્ષથી T20માં સાઉથ આફ્રિકામાં કાયમ ભારતનું વર્ચસ્વ ખતરામાં છે. બીજી T20I હાર્યા બાદ ભારત સામે આજે ત્રીજી અને અંતિમ મેચ જીતવી ખુબ જરૂરી છે. આ મેચ જીતીને ભારત સિરીઝ 1-1થી બરાબર કરી શકશે અને જો ભારત આ મેચ હારશે તો તે આઠ વર્ષ પછી T20માં સાઉથ આફ્રિકા સામે હારી જશે. સાઉથ આફ્રિકાએ છેલ્લે ભારતમાં 2015-16માં T20 સિરીઝ 2-0થી જીતી હતી. ભારત અત્યાર સુધી આફ્રિકામાં ત્રણ મેચની એક પણ T20 સિરીઝ હાર્યું નથી. જથી આજે ભારત માટે કરો યા મારોની સ્થિત રહેશે.
બેટ્સમેનો માટે વધુ અનુકુળ છે જોહાનિસબર્ગની પિચ
જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સની પિચ બેટ્સમેનો માટે વધુ અનુકુળ માનવામાં આવે છે. આ પિચ પર T20 અને ODIમાં હાઈસ્કોરીંગ મેચ જોવા મળી છે. આ મેદાન પર અત્યાર સુધી કુલ 32 T20I મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ 15 વખત જયારે રન ચેઝ કરનારી ટીમ 17 વખત જીતી છે. આવી સ્થિતિમાં ટોસ જીતનાર કેપ્ટન પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. આ પિચ પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધી 3 T20I મેચ રમાઈ છે જેમાં ભારતે સાઉથ આફ્રિકાને 2 વખત હરાવ્યું છે જયારે એક વખત સાઉથ આફ્રિકાની ટીમ મેચ જીતવામાં સફળ રહી છે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન
ભારત
સૂર્યકુમાર યાદવ (C), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (wkt), રવિન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર
સાઉથ આફ્રિકા
એડન માર્કરમ (C), રીઝા હેન્ડ્રીક્સ, મેથ્યુ બ્રેત્ઝકે, હેનરિક ક્લાસેન (wkt), ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, એન્ડીલે ફેહલુકવાયો, નાન્દ્રે બર્જર, લિઝાદ વિલિયમ્સ, તબરેઝ શમ્સી, ઓટનીલ બાર્ટમેન