IND vs SA: રોહિત શર્મા પાસે બીજી ટેસ્ટ મેચમાં ઇતિહાસ રચવાની તક, તોડી શકે છે ધોનીનો રેકોર્ડ

સાઉથ આફ્રિકામાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે

ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ વિરેન્દ્ર સેહવાગના નામે છે

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
IND vs SA: રોહિત શર્મા પાસે બીજી ટેસ્ટ મેચમાં ઇતિહાસ રચવાની તક, તોડી શકે છે ધોનીનો રેકોર્ડ 1 - image
image:FilePhoto

IND vs SA 2nd Test : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 2 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ કેપ ટાઉનમાં આવતીકાલે રમાશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને એક ઇનિંગ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.હવે બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ જીત હાંસલ કરી સીરિઝ ડ્રો કરવાનો પ્રયત્ન કરશે. જયારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પાસે ધોનીનો રેકોર્ડ તોડવાની તક રહેશે.

રોહિત આવું કરનાર ત્રીજો ભારતીય બનશે

રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકા સામે સદી ફટકારવામાં સફળ રહ્યો તો તે ભારતનો ત્રીજો એવો કેપ્ટન બની જશે જેણે સાઉથ આફ્રિકામાં સદી ફટકારી હશે. અત્યાર સુધી સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જ એવા બેટ્સમેન જેઓએ સાઉથ આફ્રિકામાં સદી ફટકારી છે. આવતીકાલે રોહિત પાસે સચિન અને કોહલીના આ રેકોર્ડની બરાબરી કરવાનો મોકો રહેશે.

કેપ્ટન તરીકે સાઉથ આફ્રિકામાં આ 2 ખેલાડીઓએ ફટકારી સદી

સચિન તેંડુલકરે કેપ્ટન તરીકે સાઉથ આફ્રિકામાં 169 રનની ઇનિંગ રમી હતી. જયારે વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 155 રનની ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માએ પ્રથમ ઇનિંગમાં 5 રન બનાવ્યા હતા જયારે બીજી ઈનિંગમાં તે શૂન્ય પર આઉટ થયો હતો.

રોહિત પાસે ધોનીનો રેકોર્ડ તોડવાની તક

રોહિત શર્મા પાસે આ ઉપરાંત ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો રેકોર્ડ તોડવાનો પણ મોકો હશે. રોહિત આવતીકાલે રમાનાર બીજી ટેસ્ટ મેચમાં 2 છગ્ગા ફટકારી ધોનીનો રેકોર્ડ તોડવામાં સફળ રહેશે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ વિરેન્દ્ર સેહવાગના નામે છે. સેહવાગે ટેસ્ટમાં કુલ 90 છગ્ગા ફટકાર્યા છે. બીજા નંબરે ધોનીનું નામ છે. તેણે 78 છગ્ગા ફટકાર્યા છે. જયારે રોહિતે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 77 છગ્ગા ફટકાર્યા છે.

IND vs SA: રોહિત શર્મા પાસે બીજી ટેસ્ટ મેચમાં ઇતિહાસ રચવાની તક, તોડી શકે છે ધોનીનો રેકોર્ડ 2 - image


Google NewsGoogle News