IND vs SA : કેપ ટાઉનમાં આજે બીજી ટેસ્ટ, ભારત સીરિઝ ડ્રો કરવાના ઈરાદા સાથે ઉતરશે મેદાનમાં

પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને એક ઇનિંગ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
IND vs SA : કેપ ટાઉનમાં આજે બીજી ટેસ્ટ, ભારત સીરિઝ ડ્રો કરવાના ઈરાદા સાથે ઉતરશે મેદાનમાં 1 - image
image:File Photo

IND vs SA 2nd Test Match Preview : ભારતીય ક્રિકેટ ટીમ આજથી વર્ષ 2024 માટે પોતાનું અભિયાન શરુ કરી રહી છે. આજે ભારતીય ટીમ કેપ ટાઉનમાં સાઉથ આફ્રિકા સાથે ટકરાશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 2 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ આજે બપોરે 1:30 વાગ્યે શરુ થશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને એક ઇનિંગ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ સાઉથ આફ્રિકામાં પ્રથમ વખત ટેસ્ટ સીરિઝ જીતવાનું સપનું તૂટી ચુક્યું છે. હવે ભારતીય ટીમ આ ટેસ્ટ સીરિઝને ડ્રો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

કેપ ટાઉનમાં ભારતીય ટીમનો રેકોર્ડ ખરાબ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સ ખાતે રમાનાર છે. અહિયાં ભારતીય ટીમનો રેકોર્ડ ખુબ જ ખરાબ રહ્યો છે. ભારત અહીં 6 ટેસ્ટ મેચ રમી ચુક્યું છે, જેમાંથી 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો જયારે 2 મેચ ડ્રો રહી હતી. કેપ ટાઉનમાં ભારત આજ સુધી એકપણ મેચ જીતી શક્યું નથી. ભારતીય ટીમ કેપટાઉનમાં પોતાના ખરાબ રેકોર્ડને પણ સુધારવાનો પ્રયાસ કરશે.

ઘાસના કારણે ફાસ્ટ બોલર્સને મળશે મદદ

ન્યુલેન્ડ્સની પિચ પર ઘાસ જોવા મળી રહી છે. સામાન્ય રીતે આટલું ઘાસ અહીં ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં આ પિચ પર ફાસ્ટ બોલર્સને મદદ મળવાની આશા છે. ફાસ્ટ બોલર્સને વાતાવરણ પણ મદદ કરતુ જોવા મળી રહ્યું છે. મેચની શરૂઆતમાં ફાસ્ટ બોલર્સનું વર્ચસ્વ જોવા મળશે પરંતુ જેમ જેમ મેચ આગળ વધશે પિચ પર સ્પિનર્સને પણ મદદ મળશે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન

ભારત

રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ (wkt), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા/મુકેશ કુમાર

સાઉથ આફ્રિકા

ડીન એલ્ગર (C), એડન માર્કરમ, ટોની ડી જ્યોર્જી, કીગન પીટરસન, ઝુબેર હમઝા, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરીન (wkt), માર્કો યાનસીન, કેશવ મહારાજ/લુંગી એનગીડી, કાગીસો રબાડા, નાન્દ્રે બર્ગર

IND vs SA : કેપ ટાઉનમાં આજે બીજી ટેસ્ટ, ભારત સીરિઝ ડ્રો કરવાના ઈરાદા સાથે ઉતરશે મેદાનમાં 2 - image


Google NewsGoogle News