Get The App

IND vs SA : આજે ભારત- સાઉથ આફ્રિકા વચ્ચે બીજી T20I મેચ, સેન્ટ જ્યોર્જ પાર્કમાં થશે ટક્કર

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 8 T20I સિરીઝ રમાઈ છે

સાઉથ આફ્રિકામાં રમાયેલી ચાર T20I સિરીઝમાં ભારતે 3 વખત સાઉથ આફ્રિકાને હરાવ્યું છે

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
IND vs SA : આજે ભારત- સાઉથ આફ્રિકા વચ્ચે બીજી T20I મેચ, સેન્ટ જ્યોર્જ પાર્કમાં થશે ટક્કર 1 - image
Image:Twitter

IND vs SA 2nd T20I : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20I સિરીઝની ત્રીજી મેચ આજે ગેકેબરહા શહેરના સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8:30 વાગ્યે શરુ થશે. સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી. આવી સ્થિતિમાં હવે બાકીની બંને મેચ જીતનાર ટીમ વિજેતા બનશે. આ સિરીઝમાં ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવ કરશે જયારે સાઉથ આફ્રિકાનું નેતૃત્વ એડન માર્કરમ કરશે.

બંને વચ્ચે જોવા મળશે રોમાંચક મેચ 

બંને ટીમોમાં કેટલાક મોટા ખેલાડીઓ નથી. ભારતીય ટીમમાં રોહિત, વિરાટ, બુમરાહ અને શમી જેવા ખેલાડીઓ નથી, જ્યારે સાઉથ આફ્રિકામાં તેમ્બા બાવુમા, રબાડા અને એન્ગીડી જેવા ખેલાડીઓ નથી. આમ છતાં બંને ટીમો ઘણી સંતુલિત છે. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયાને T20 સિરીઝમાં હરાવ્યું છે અને તેના તમામ ખેલાડીઓ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ સાઉથ આફ્રિકામાં પણ ઘણા મેચ વિનિંગ ખેલાડીઓ છે. રીઝા હેન્ડ્રીક્સ, માર્કરમ, ક્લાસેન અને મિલર પોતાના દમ પર મેચ જીતાડવામાં સક્ષમ છે. ટીમ પાસે ફાસ્ટ અને સ્પિન બોલિંગ વિભાગમાં પણ ઉત્તમ બોલરો છે. આવી સ્થિતિમાં આ મેચ ખુબ જ રોમાંચક બની શકે છે.

ભારતે 3 વખત સાઉથ આફ્રિકાને તેના ઘરેલું મેદાન પર હરાવ્યું

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 8 T20I સિરીઝ રમાઈ છે. આ 8 સિરીઝમાંથી 2 સિરીઝ ડ્રો રહી છે અને 4 સિરીઝ ભારતે જીતી છે. જયારે સાઉથ આફ્રિકાની ટીમે માત્ર 2 સિરીઝ જ જીતી છે. સાઉથ આફ્રિકામાં રમાયેલી ચાર T20I સિરીઝમાં ભારતે 3 વખત સાઉથ આફ્રિકાને હરાવ્યું છે. સાઉથ આફ્રિકન ટીમ ભારતને પોતાના ઘરેલું મેદાન પર રમાયેલી સિરીઝમાં માત્ર એક જ વાર હરાવવામાં સફળ રહી છે.

સેન્ટ જ્યોર્જ પાર્કમાં ફાસ્ટ બોલરોનો દબદબો રહ્યો છે

સેન્ટ જ્યોર્જ પાર્કમાં અત્યાર સુધી માત્ર ત્રણ T20I મેચ રમાઈ છે. જેમાં 2 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો વિજય થયો છે. T20Iમાં આ મેદાન પર ટીમનો સર્વોચ્ચ સ્કોર 179 રન રહ્યો છે. જો આંકડાઓ પર નજર કરીએ તો અહીંની પિચ બોલિંગ માટે વધુ મદદરૂપ લાગે છે. અહીં ફાસ્ટ બોલરોનો દબદબો રહ્યો છે.

બીજી T20 મેચ પણ વરસાદના કારણે ધોવાઇ જશે?

સાઉથ આફ્રિકાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગેકેબરહામાં આજની T20 મેચ દરમિયાન વરસાદ થવાની શક્યતા 60 ટકા છે. અત્યાર સુધી મળેલી માહિતીને જાણ્યા બાદ એવું લાગી રહ્યું છે કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે રમાનારી બીજી T20 મેચ પૂરી થવી મુશ્કેલ છે. જો વરસાદને કારણે મેચ રદ્દ ન થાય તો પણ દર્શકોને નાની મેચ જોવા મળશે, જેમાં કેટલીક ઓવર ઓછી કરવામાં આવશે. જો કે T20 World Cup 2024ની તૈયારીઓની દૃષ્ટિએ આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

ભારત

સૂર્યકુમાર યાદવ (C), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ/શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિંકુ સિંહ, જીતેશ શર્મા (wkt), રવિન્દ્ર જાડેજા, મુકેશ કુમાર, કુલદીપ યાદવ/રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ

સાઉથ આફ્રિકા

એડન માર્કરમ (C), રીઝા હેન્ડ્રીક્સ, મેથ્યુ બ્રેટ્ઝકે, હેનરિક ક્લાસેન (wkt), ડેવિડ મિલર, ડોનોવન ફેરીએરા, માર્કો જેન્સન, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોએત્ઝી, નાન્દ્રે બર્જર, તબરેઝ શમ્સી

IND vs SA : આજે ભારત- સાઉથ આફ્રિકા વચ્ચે બીજી T20I મેચ, સેન્ટ જ્યોર્જ પાર્કમાં થશે ટક્કર 2 - image


Google NewsGoogle News