IND vs SA : દ.આફ્રિકા સામે મંધાના-હરમનપ્રીતી સદી, ભારતે ત્રીજો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
Smriti Mandhana And Harmanpreet Kaur


India Vs South Africa Match: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના (Smriti Mandhana)ની મોટી પાર્ટનરશીપ અને દમદાર બેટિંગના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમને ઘૂંટણિયે આવી ગઈ છે. સ્મૃતિ મંધાનાએ સતત બીજી મેચમાં સદી ફટકારી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે સદી ફટકારતા અણનમ 103 રનની ઇનિંગ રમી હતી. મંધાના અને હરમનપ્રીતની જોડીએ 171 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી ટીમનો સ્કોર 325 સુધી પહોંચાડ્યો હતો. 

મંધાના-હરમનપ્રીતની દમદાર બેટીંગના કારણે ભારતે મોટો સ્કોર ખડક્યો

દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ઓપનિંગ કરી હતી. ટીમનો સ્કોર 38 પહોચ્યો ત્યારે શેફાલી 20 રન બનાવી આઉટ થઇ ગઈ હતી. પછી હેમલતા 24 કરીને આઉટ થઇ ગઈ હતી. ભારત એક સમયે 100ના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મંધાના અને હરમનપ્રીત ઇનિંગ સંભાળતા 30 ઓવર પર ટીમનો સ્કોર 150 સુધી લઇ ગયા હતા. બંનેની મહત્વપૂર્ણ ભાગીદારીથી સ્કોર 40 ઓવરે 207 પહોચ્યો હતો. ત્યારબાદ સ્મૃતિ મંધાનાએ પોતાની સદી અને હરમનપ્રીતએ ફિફ્ટી પૂરી કરી હતી. આગળની પાંચ ઓવરમાં બંને મળીને 58 રન બનાવ્યા. પરંતુ 46મી ઓવરે 136 રન કરી મંધાના આઉટ થઇ ગઈ હતી. રીચા ઘોષ 13 બોલમાં 25 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે છેલ્લી ઓવરમાં 16 રન કરીને પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે ભારતે દક્ષિણ આફ્રિકાની સામે 325 રનનો વિશાળ સ્કોર બનાવયો હતો.

મંધાના-હરમનપ્રીતએ ફટકારી સદી

સ્મૃતિ મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામે સતત બીજી મેચમાં સદી કરીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સૌથી વધુ સદી કરનાર મહિલા બેટર બની ગઈ છે. આ પહેલા પૂર્વ કેપ્ટન મિતાલી રાજ 7 સદી કરી ચુકી છે. ત્યારબાદ બીજું સ્થાન હરમનપ્રીતનું છે. જેને દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારી કુલ 6 સદી અત્યાર સુધી કરી છે.

ભારતે ત્રીજો સૌથી વિશાળ કર્યો

મંધાના-હરમનપ્રીતના શાનદાર પ્રદર્શનથી ભારતે 325 કર્યા હતા.જે ભારતનો વનડે ફોર્મેટમાં ત્રીજો સૌથી મોટો સ્કોર છે. ભારતનો વનડેમાં સર્વોચ્ચ સ્કોર આયર્લેન્ડ સામે 358 હતો. જ્યારે વર્ષ 2022માં ભારતે ઈંગ્લેન્ડ સામે 333 રન બનાવ્યા હતા.


Google NewsGoogle News