IND vs SA : ભારતીય ટીમ માટે સારા સમાચાર, ટેસ્ટ મેચ પહેલા કોહલીની ટીમમાં વાપસી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર 2 મેચોની ટેસ્ટ સિરીઝની શરૂઆત 26 ડિસેમ્બરથી થશે
સિરીઝની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાનાર છે
Image:File Photo |
IND vs SA 1st Test : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી 2 મેચની ટેસ્ટ સિરીઝ શરુ થવાની છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમાશે. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફેમિલી ઈમરજન્સીના કારણે ભારત પરત ફર્યો હતો. પરંતુ હવે અહેવાલો મુજબ કોહલી ભારતીય ટીમ સાથે ફરી જોડાઈ ગયો છે. મીડિયા અહેવાલો મુજબ BCCIને કોહલીના જવાની પહેલાથી જ જાણ હતી. જો કે ટીમ માટે સારી વાત એ છે કે તે વાપસી કરી ચૂક્યો છે. કોહલી સેન્ચુરિયન(Virat Kohli Joins Team India)માં યોજાનારી મેચમાં ભાગ લેશે.
કોહલીની ટીમમાં વાપસી
મળેલા અહેવાલો મુજબ કોહલી ભારતીય ટીમ સાથે જોડાઈ ગયો છે. તે અચાનક ભારત પરત ફર્યો નહોતો. કોહલીના જવા અંગે BCCIને પહેલાથી જ જાણ હતી. મહત્વની વાત એ છે કે કોહલી ફેમિલી ઈમરજન્સીના કારણે ગયો નહોતો. તે લંડન ગયો હતો. તેના પ્લાન વિશે બોર્ડને સંપૂર્ણ જાણકારી હતી. કોહલી ટૂંક સમયમાં ટેસ્ટ મેચ માટે પ્રેક્ટિસ શરૂ કરશે.
આ ખેલાડીઓ થયા ટીમથી બહાર
ભારતીય ટીમનો ઓપનર ઋતુરાજ ગાયકવાડ સાઉથ આફ્રિકા સામે રમાનાર ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે ટીમમાંથી બહાર થઇ ગયો છે. તેની જગ્યાએ અભિમન્યુ ઇશ્વરનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જયારે ઇશાન કિશને સિરીઝથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેના સ્થાને કે.એસ ભારતને ટીમમાં જગ્યા મળી છે. મોહમ્મદ શમી પણ ફિટનેસના કારણે આ સિરીઝમાં રમી શકશે નહીં.