Get The App

IND vs SA : ખરાબ બેટિંગ બાદ બોલિંગ પણ નબળી પડી, આ ત્રણ કારણોસર સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતીય ટીમ બેકફૂટ પર

ભારત તરફથી કે.એલ રાહુલે સદી ફટકારી હતી

જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી હતી

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
IND vs SA : ખરાબ બેટિંગ બાદ બોલિંગ પણ નબળી પડી, આ ત્રણ કારણોસર સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતીય ટીમ બેકફૂટ પર 1 - image
Image:File Photo

IND vs SA 1st Test : સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ટીમે ભારત સામે 11 રનની લીડ મેળવી લીધી છે. સાઉથ આફ્રિકા તરફથી ડીન એલ્ગર સદી ફટકારી અણનમ રહ્યો હતો. ભારતીય ટીમ આ મેચમાં હાલ બેકફુટ પર છે. કે.એલ રાહુલ સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેનનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. ત્યારબાદ બોલિંગમાં પણ શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણા મોંઘા સાબિત થયા છે. ભારતીય ટીમ ત્રણ કારણોથી હાલ પાચલ ચાલી રહી છે.

બેટિંગમાં ભારતીય ટીમનું ખરાબ પ્રદર્શન

કે.એલ રાહુલ સિવાય કોઈ બેટ્સમેન લાંબા સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો ન હતો. રાહુલે 14 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. આ પહેલા ઓપનર યશસ્વી જયસ્વાલ 17 રન બનાવીને રોહિત શર્મા 5 રન બનાવીને અને શુભમન ગિલ 2 રન બનાવીને આઉટ થયા હતા. એ જ રીતે વિરાટ કોહલી 38 રન અને અય્યર 31 રન બનાવીને આઉટ થયો હતો. નબળી બેટિંગના કારણે ભારતીય ટીમ પાછળ રહી ગઈ. તેણે પ્રથમ ઇનિંગમાં 245 રન બનાવ્યા હતા.

બીજા દિવસના અંત સુધી એલ્ગરને આઉટ ન કરી શક્યા ભારતીય બોલર

બીજા દિવસની રમતના અંત સુધીમાં સાઉથ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવીને 256 રન બનાવી લીધા હતા. ડીન એલ્ગર તેની સદી બાદ પણ અણનમ રહ્યો હતો. તેણે 211 બોલમાં 140 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 23 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે ડેવિડ બેડિંગહામે પણ સારી બેટિંગ કરી હતી. જો કે તે ફિફ્ટી ફટકારીને આઉટ થયો હતો.

શાર્દુલ ઠાકુર મોંઘો સાબિત થયો

ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ લીધી હતી. ક્રિષ્ના અને સિરાજે વિકેટ લીધી પરંતુ તેઓએ રન પણ આપ્યા હતા. શાર્દુલ ઠાકુર પણ મોંઘો સાબિત થયો. તેણે 12 ઓવરમાં 57 રન આપ્યા હતા. સિરાજે 15 ઓવરમાં 63 રન આપ્યા હતા. ભારતીય ટીમને હવે ત્રીજા દિવસના પહેલા સેશનમાં સારી બોલિંગ કરવાની અને ડીન એલ્ગરને આઉટ કરવાની જરૂર પડશે.

IND vs SA : ખરાબ બેટિંગ બાદ બોલિંગ પણ નબળી પડી, આ ત્રણ કારણોસર સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતીય ટીમ બેકફૂટ પર 2 - image


Google NewsGoogle News