Get The App

VIDEO : શાહીન આફ્રિદીનો કોન્ફિડન્સ તો જુઓ, DRSનો નિર્ણય લેવા બદલ મજાક ઊડી

Updated: Feb 24th, 2025


Google NewsGoogle News
VIDEO : શાહીન આફ્રિદીનો કોન્ફિડન્સ તો જુઓ, DRSનો નિર્ણય લેવા બદલ મજાક ઊડી 1 - image


IND Vs PAK Shaheen Afridi: ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી ધોબીપછાડ આપ્યો હતો. આ મેચની શરુઆતમાં પાકિસ્તાને મજબૂત બેટિંગ કરી હતી. પરંતુ બાદમાં જેવો કૅપ્ટન મોહમ્મદ રિઝવાન આઉટ થયો ત્યારબાદ ગેમ બદલાઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમ 241 રનમાં સમેટાઈ હતી. ટીમ ઇન્ડિયાએ 42.3 ઓવરમાં જ 244 રન બનાવી જીત મેળવી હતી. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

શાહીન આફ્રિદીનો કોન્ફિડન્સ જોયો!

પાકિસ્તાની ટીમના બેટર્સ અને બોલર્સનું પ્રદર્શન અપેક્ષા કરતાં નબળું રહેતાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં જે રીતે પાકિસ્તાની બોલર શાહીન આફ્રિદીએ પોતાનો કોન્ફિડન્સ દર્શાવ્યો હતો, તે જોઈને સૌ કોઈ હેરાન થયા હતા. પહેલાં જ બોલે LBW થઈ ગયેલા શાહીને એમ્પ્યારના નિર્ણયને ખોટો ઠેરવતા તુરંત જ ડીઆરએસની માગ કરી હતી. તેના આ નિર્ણયમાં ફૂલ કોન્ફિડન્સ જોતાં દર્શકો ચોંકી ગયા હતા. પરંતુ શાહીન ખોટો ઠરતાં લોકોએ તેની મજાક ઉડાવી હતી. શાહીનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.



એમ્પાયરે આઉટ આપતાં જ ડીઆરએસની માગ

પાકિસ્તાની ટીમે 200 રન પર છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ શાહીન આફ્રિદી ઉતર્યો હતો. કુલદીપ યાદવે ઓવર ધ વિકેટ ગુગલી બોલ ફેંકી શાહીનને પહેલાં બોલે જ આઉટ કર્યો હતો. જો  કે, એમ્પાયરે શાહીનને જેવો આઉટ આપ્યો કે, તુરંત જ તેણે કંઈપણ વિચાર્યા વિના ડીઆરએસની માગ કરી. શાહીનની આ માગથી ચાહકો અને દર્શકો ચોંકી ગયા હતા કે, શું એમ્પાયરે ખોટો નિર્ણય લીધો છે? ફિલ્ડ પર ઉપસ્થિત એમ્પાયર અને ભારતીય ખેલાડીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કે, શાહીન સ્પષ્ટપણે આઉટ છે. તેમ છતાં તેણે ડીઆરએસ માગ્યું. થર્ડ એમ્પાયરે પણ ચેક કર્યું તો શાહીન આઉટ જ હતો.

VIDEO : શાહીન આફ્રિદીનો કોન્ફિડન્સ તો જુઓ, DRSનો નિર્ણય લેવા બદલ મજાક ઊડી 2 - image

શાહીન બોલિંગમાં પણ ધોવાયો

શાહીન બેટિંગમાં તો પહેલાં જ બોલે આઉટ થઈ ગયો, પરંતુ બોલિંગમાં પણ ભારતીય ખેલાડીઓએ તેને ધોયો હતો. આ મેચમાં તેણે બે વિકેટ મેળવી હતી. પરંતુ તેની સાથે 8 ઓવરમાં 74 રન પણ આપ્યા હતા. તેનો ઈકોનોમી રેટ 9.20નો રહ્યો હતો. આક્રમક બોલિંગ માટે જાણીતો શાહીન આ મેચમાં પોતાની કમાલ બતાવી શક્યો નહીં.


VIDEO : શાહીન આફ્રિદીનો કોન્ફિડન્સ તો જુઓ, DRSનો નિર્ણય લેવા બદલ મજાક ઊડી 3 - image


Google NewsGoogle News