World Cup 2023 : શુભમન વર્લ્ડ કપમાં કરશે ડેબ્યૂ, આ ખેલાડી થશે બહાર, જાણો IND-PAKની સંભવિત પ્લેઈંગ-11

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થશે

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : શુભમન વર્લ્ડ કપમાં કરશે ડેબ્યૂ, આ ખેલાડી થશે બહાર, જાણો IND-PAKની સંભવિત પ્લેઈંગ-11 1 - image
Image:File Photo

IND vs PAK : ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ODI World Cup 2023માં 12મી મેચ રમાનાર છે. બંને ટીમો આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. ભારત એન પાકિસ્તાનની આ ત્રીજી મેચ છે. બંને ટીમોને તેમની છેલ્લી મેચમાં જીત મળી હતી. ભારતે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન જયારે પાકિસ્તાને નેધરલેન્ડ્સ અને શ્રીલંકાને હરાવ્યું હતું. ભારત-પાકિસ્તાન વચ્ચેના આ મહામુકાબલા પર દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે. આ ઉપરાંત બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

ગિલ ડેન્ગ્યૂના કારણે પ્રથમ બે મેચમાંથી બહાર હતો

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓપનર શુભમન ગિલ આજે ODI World Cupમાં ડેબ્યૂ કરી શકે છે. ડેન્ગ્યુના કારણે તે પ્રથમ બે મેચમાંથી બહાર થઈ ગયો હતો. જો કે ગિલ હવે 99 ટકા ફિટ હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં ગિલ ભારતીય ટીમના રોહિત શર્મા સાથે પાકિસ્તાન સામે ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. આ તેની ODI World Cupમાં પ્રથમ મેચ હશે. ગિલની વાપસીથી ઇશાન કિશન બહાર બેસી શકે છે. ઈશાન ઓસ્ટ્રેલિયા સામે શૂન્ય પર આઉટ થયો હતો અને અફઘાનિસ્તાન સામે તેણે 47 રનની ઇનિંગ રમી હતી.

શાર્દુલની જગ્યાએ શમીને મળી શકે તક

ભારતીય ટીમના પ્લેઇંગ ઈલેવનમાં વધુ એક ફેરફાર જોવા મળી શકે છે. ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરની જગ્યાએ પ્રોપર ફાસ્ટ બોલરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં મોહમ્મદ શમીને તક મળી શકે છે. શમી, સિરાજ અને બુમરાહની ત્રિપુટી અમદાવાદમાં ધમાલ મચાવી શકે છે. જો પિચને જોતા ત્રણ સ્પિનર્સ સાથે ભારતીય ટીમને ઉતરવું પડ્યું તો શાર્દુલની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને મોકો મળી શકે છે.

મોહમ્મદ વસીમને મળી શકે તક

પાકિસ્તાનના પ્લેઇંગની વાત કરીએ તો તેમાં વધુ ફેરફાર થવાની શક્યતા ઓછી છે. પરંતુ એક ચિંતાની વાત એ છે કે પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલીએ શ્રીલંકા સામે 4 વિકેટ ઝડપી હતી પરંતુ તેણે રન પણ વધુ આપ્યા હતા. જો પાકિસ્તાન તેના પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર કરશે તો હસન અલીની જગ્યાએ મોહમ્મદ વસીમને તક મળી શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

ભારત

રોહિત શર્મા (C), ઇશાન કિશન/શુભમન ગિલ, શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ (wkt), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

પાકિસ્તાન

બાબર આઝમ (C), અબ્દુલ્લા શફીક, ઈમામ-ઉલ-હક, મોહમ્મદ રિઝવાન (wkt), સઉદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી/મોહમ્મદ વસીમ, શાહીન આફ્રિદી, હરિસ રઉફ

World Cup 2023 : શુભમન વર્લ્ડ કપમાં કરશે ડેબ્યૂ, આ ખેલાડી થશે બહાર, જાણો IND-PAKની સંભવિત પ્લેઈંગ-11 2 - image


Google NewsGoogle News