Get The App

IND vs PAK: અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની હાર, અઝાન અવૈસે અપાવી જીત

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
IND vs PAK: અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની હાર, અઝાન અવૈસે અપાવી જીત 1 - image


IND vs PAK In U-19 Asia Cup : દુબઈમાં રમાઈ રહેલા અંડર-19 એશિયા કપમાં ભારતીય ટીમને પાકિસ્તાન સામે ખરાબ હાર મળી છે. ભારતની આ યુવા ટીમ પાકિસ્તાનથી 8 વિકેટથી હારી છે. અહીં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા નક્કી 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમે અંદાજિત 2 વિકેટ ગુમાવીને સરળતાથી ટાર્ગેટ હાંસલ કરી લીધો. અહીં પાકિસ્તાન માટે મોહમ્મદ જીશાને જબરદસ્ત બોલિંગ કરી અને અઝાન અવૈસે જોરદાર સદી ફટકારી.

ગ્રુપ-Aના મુકાબલે પાકિસ્તાનના કેપ્ટન સાદ બેગે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ઓપનર જોડીએ ધીમી શરૂઆત કરી. 9મી ઓવરમાં 39ના કુલ રન પર ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો. અર્શિન કુલકર્ણી (24)ને અમીર હસને પેવેલિયન મોકલી દીધો. ત્યારબાદ રૂદ્ર પટેલ (1) પણ આઉટ થયા. તેમને મોહમ્મદ જીશાનને આઉટ કર્યા.

અહીંથી આદર્શ સિંહ અને કેપ્ટન ઉદય શરણે ત્રીજી વિકેટ માટે 120 બોલ પર 93 રનની ભાગીદારી કરી. ભારતીય ટીમ અહીં સારી સ્થિતિમાં નજરે આવી રહી હતી. પરંતુ આદર્શ સિંહ (62)ના પેવેલિયન પરત ફરતા જ બેક ટૂ બેક વિકેટ પડવા લાગી. મુશીર ખાન (2), અરવેલી અવનીશ (11) સસ્તામાં આઉટ થયા.

ભારતના ત્રણ બેટ્સમેનોએ અડધી સદી લગાવી

ત્યારબાદ કેપ્ટન ઉદય શરણે સચિન ઘાસની સાથે મળીને 48 રન ફટકારીને ટીમને 200 પાર પહોંચાડ્યા. 206ના કુલ યોગ પર ઉદય 60 રન બનાવીને આઉટ થયા. અહીંથી સચિન એક છેડા પર ઉભા રહ્યા પરંતુ બીજા ઝેટા પરથી વિકેટ પડતી રહી. મુરુગન અભિષેક (4), રાજ લિંબાની (7) કંઈ ખાસ ન કરી શક્યા. છેલ્લી ઓવરમાં સચિન (58) પણ આઉટ થયા. સૌમ્ય પાંડે (8) અને નમન તિવારી (2) અણનમ રહ્યા.

આ રીતે ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 259 રનનો સ્કોર બનાવી લીધો. પાકિસ્તાન માટે ફાસ્ટ બોલર મોહમ્મદ જીશાને 10 ઓવરમાં 46 રન આપીને 4 વિકેટ ઝડપી. અમીર હસન અને ઉબેદ શાહે પણ 2-2 વિકેટ ઝડપી. ત્યારે, અરાફાત મિન્હાસે એક વિકેટ ઝડપી.

IND vs PAK: અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની હાર, અઝાન અવૈસે અપાવી જીત 2 - image


Google NewsGoogle News