ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ 16 લાખ રૂપિયા... T20 વર્લ્ડ કપ પહેલા લલિત મોદી ગુસ્સે થયા

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ 16 લાખ રૂપિયા... T20 વર્લ્ડ કપ પહેલા લલિત મોદી ગુસ્સે થયા 1 - image


India vs Pakistan Match Tickets Price: જૂન મહિનામાં યોજાનારીT20 વર્લ્ડ કપ 2024 માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. આ વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં તા. 2 જૂનથી 29 જૂન સુધી રમાશે. આ દરમિયાન 8 મેચ ન્યૂયોર્કમાં રમાશે. જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે જોરદાર મહામુકાબલો જામશે.

ICCએ આ અંગે ટિકિટો પણ જાહેર કરી છે, જેની કિંમત અધધધ....લાખોમાં છે. જેમા અલગ અલગ કેટેગરી પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવી છે.  ICC અનુસાર ડાયમંડ કેટેગરીની ટિકિટની કિંમત 20 હજાર ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે લગભગ 16.65 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ જોઈ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના જનક લલિત મોદી ગુસ્સે થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ICCને અરીસો પણ બતાવ્યો.

 25 હજાર રુપિયાથી શરૂ થાય છે ટિકિટની કિંમત

હકીકતમાં, રાજકીય તણાવને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012 પછી કોઈ દ્વિપક્ષીય સીરીઝ રમાઈ નથી. ત્યાર પછીથી આ બંને ટીમો હંમેશા ICC ટૂર્નામેન્ટ અથવા એશિયા કપમાં સામસામે આવી છે.

આ જ કારણે ભારત-પાકિસ્તાન મેચનો ચાહકોમાં ક્રેઝ ઘણો વધારે જોવા મળે છે. આ સ્થિતિમાં ICC પણ આનો ફાયદો ઉઠાવવા માંગે છે અને ટિકિટની કિંમત લાખો રૂપિયામાં રાખી છે. ICCના કહેવા પ્રમાણે  ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની કિંમત 300 ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે આશરે 25 હજારથી શરૂ થાય છે.

મોદીએ પોતાની પોસ્ટમાં ICCને જોરદાર સંભળાવ્યું

મોદીએ X પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, 'એ જાણીને ઝટકો લાગ્યો કે ICC ભારત-પાકિસ્તાન મેચ માટે ડાયમંડ ક્લબની ટિકિટ 20 હજાર ડોલરમાં વેચી રહી છે. આ વર્લ્ડ કપ અમેરિકામાં એટલા માટે યોજાઈ રહ્યો છે કે, રમતને પ્રોત્સાહન મળે અને ચાહકોને જોડાઈ શકે. નફો કમાવવા માટે. $2750 એટલે કે લગભગ 2.28 લાખ રુપિયામાં ટિકિટ વેચવી એ ક્રિકેટ નથી.


Google NewsGoogle News