Get The App

IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફીની હાઈ વોલ્ટેજ મેચમાં ભારતની પાકિસ્તાન સામે ભવ્ય જીત, કિંગ કોહલીની સદી

Updated: Feb 23rd, 2025


Google NewsGoogle News
IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફીની હાઈ વોલ્ટેજ મેચમાં ભારતની પાકિસ્તાન સામે ભવ્ય જીત, કિંગ કોહલીની સદી 1 - image


IND vs PAK: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં આજે (23 ફેબ્રુઆરી) દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી હાઈ વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. વિરાટ કોહલી ભારતની જીતના હિરો રહ્યા, જેમણે અણનમ સદી ફટકારી. જણાવી દઈએ કે, પાકિસ્તાની ટીમે ટોસ જીતીને દુબઈની આ મેચમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત સતત 12મો ટોસ હાર્યું હતું. જો કે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે પણ ભારત ટોસ હાર્યા બાદ મેચ આસાનીથી જીતી ગયું હતું. એવી જ રીતે પાકિસ્તાન સામેની મેચમાં પણ ટોસ હારીને ભારતે સરળતાથી જીત મેળવી છે. પાકિસ્તાનની ટીમ ભારત સામે પૂરી 50 ઓવર્સ રમી શકી નહોતી. પાક. બેટર્સની ધીમી રમત બાદ ટીમે 49.4 ઓવર્સના અંતે 10 વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. ભારતને આ મેચ જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 42.3 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 244 રન બનાવીને જીત મેળવી છે.

ભારતીય ટીમનો સ્કોર (244/4) 42.3 ઓવર

  • વિરાટ કોહલી* - 100 રન (111 બોલ)
  • શ્રેયસ અય્યર - 56 રન (67 બોલ)
  • શુભમન ગિલ - 46 રન (52 બોલ)
  • રોહિત શર્મા - 20 રન (15 બોલ)
  • હાર્દિક પંડ્યા - 8 રન (6 બોલ)
  • અક્ષર પટેલ* - 3 રન (4 બોલ)

ભારતીય ટીમના બોલર્સનું પ્રદર્શન

  • કુલદિપ યાદવ - 3 વિકેટ
  • હાર્દિક પંડ્યા - 2 વિકેટ
  • રવિન્દ્ર જાડેજા - 1 વિકેટ
  • અક્ષર પટેલ - 1 વિકેટ
  • હર્ષિત રાણા - 1 વિકેટ

ભારતીય ખેલાડીઓની સિદ્ધી, કોહલીના વન-ડેમાં 14000 રન

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 14000 રન પુરા કરનાર ત્રીજો બેટર બન્યો. અગાઉ માત્ર સચિન અને કુમાર સંગાકારા આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે. જૉ કે કોહલીએ સૌથી ઝડપી આ સીમાચિહ્ન મેળવ્યું હતું.

  • ભારતે પાકિસ્તાનને સતત 5મી મેચમાં હરાવ્યું, 2018 બાદ પાકિસ્તાન સામે એકપણ વનડે નથી હાર્યું
  • વિરાટ કોહલીએ ODI માં સૌથી ઝડપી 14000 રન પુરા કર્યા
  • વિરાટ કોહલીએ વન ડે ક્રિકેટમાં 51 મી સદી પૂરી કરી
  • કોહલી વન ડેમાં સૌથી વધુ રનના મામલે સચિન અને સંગાકારા બાદ ત્રીજા ક્રમે
  • કોહલી સૌથી વધુ 158 કેચ પકડનાર ભારતીય ક્રિકેટર
  • ઓપનર તરીકે રોહિતે 9000 રન પુરા કર્યા
  • ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલદીપ યાદવની 300 અને હાર્દિક પંડ્યાની 200 વિકેટ પૂરી

પાકિસ્તાની ફિલ્ડર્સે ગિલ અને કોહલીના કેચ છોડ્યા

ભારતની ઇનિંગની 11મી ઓવરમાં રૌફની બોલિંગ દરમિયાન પાકીસ્તાની ફિલ્ડર્સે ગિલ અને કોહલીના કેચ છોડ્યા હતા. ત્યાર બાદ 12 મી ઓવરમાં રિઝવાને સ્પિનરને બોલ સોંપ્યો હતો.

પાવરપ્લેમાં શુભમન ગિલની તાબડતોબ બેટિંગ

રોહિત આઉટ થયા બાદ શુભમન ગિલે ફટકાબાજી કરવાનું ચાલુ રાખ્યું હતું. પાવર પ્લેમાં 10 ઓવરમાં ભારતીય ટીમે 64 રન બનાવ્યા હતા.

રોહિત શર્મા 20 રન બનાવીને આઉટ થયો હતો

ભારતીય ટીમને પહેલો સૌથી મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે રોહિત શર્મા 15 બોલ પર 20 રન બનાવીને આઉટ થયો હતો. શાહીન આફ્રિદીના બોલ પર રોહિત શર્મા આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 1 છગ્ગો અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. ત્યાર બાદ વિરાટ કોહલી અને શુભમન ગિલ ક્રિઝ પર ટકી રહ્યા હતા.

પ્રથમ ઓવરમાં 5 વાઈડ

ભારત માટે મેચની શરૂઆત સકારાત્મક રહી નહોતી. કારણ કે પ્રથમ ઓવરમાં સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 5 વાઈડ ફેંક્યા હતા. બીજી ઓવરમાં હર્ષિત રાણાએ એક વાઈડ ફેંકતા શરૂઆતની બે ઓવરમાં જ પાકિસ્તાની ટીમને 6 એકસ્ટ્રા રન મળી ગયા હતા. 

ફખર ઝમાન પાક. ટીમમાંથી બહાર કરાયો હતો

ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલમાં ભારત સામે સદી મારનારો ફખર ઝમાન ઇજાના કારણે આજની મેચમાંથી બહાર થઈ ગયો હતો તેના સ્થાને ઈમામ ઉલ હક ટીમમાં સામેલ કરાયો હતો.

વન-ડેમાં સતત સૌથી વધુ ટોસ હારવાનો રેકોર્ડ

ભારતે વન-ડેમાં સતત 12 ટોસ હારવાનો અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડકપ 2023થી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાક. સામેની મેચ સુધીમાં ભારત એકપણ ટોસ જીત્યું નથી.

ભારત એ જ ટીમ સાથે મેદાનમાં ઉતરી હતી, કોઈ ફેરફાર નહીં

બાંગ્લાદેશ સામે ભારત જે ટીમ સાથે રમ્યું અને જીત્યું હતું એ જ ટીમ પાકિસ્તાન સામે પણ યથાવત્ રાખવામાં આવી હતી. ભારતે પોતાના ટીમ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર કર્યો નથી. પ્રથમ મેચમાં અર્શદીપ સિંહને ટીમમાં સ્થાન મળ્યું નહોતું અને હર્ષિત રાણાને તક મળી હતી.

બંને ટીમો વચ્ચે છેલ્લે 2017માં રમાઈ હતી મેચ

છેલ્લે આ ટુર્નામેન્ટમાં બંને ટીમો છેક 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આમને-સામને ટકરાઇ હતી જેમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. ભારત આ હારનો બદલો લેવા ઉતરશે જેમાં તેને બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં મળેલી જીતનો આત્મવિશ્વાસ મદદરૂપ થશે. તો બીજી તરફ પાકિસ્તાની ટીમને પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જો કે, ભારત સામેની મેચમાં પણ પાકિસ્તાનની કારમી હાર થઈ છે.

ભારતની સંભવિત પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી

પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ 11: બાબર આઝમ, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન, વિકેટકીપર), ઈમામ-ઉલ-હક, સલમાન અલી આગા (વાઈસ કેપ્ટન), તૈયબ તાહિર, ખુશદિલ શાહ, અબરાર અહમદ, હારિસ રઉફ, નસીમ શાહ, શાહિન શાહ આફ્રિદી.


Google NewsGoogle News