Asian Games 2023 : ભારતે પાકિસ્તાનને હોકીમાં 10-2થી કચડી નાખ્યું, જીત્યો ગોલ્ડ મેડલ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : ભારતે પાકિસ્તાનને હોકીમાં 10-2થી કચડી નાખ્યું,  જીત્યો ગોલ્ડ મેડલ 1 - image

એશિયન ગેમ્સ 2023માં ભારતે એક જ દિવસમાં બીજી વખત પાકિસ્તાનને ધૂળ ચટાડી છે. સ્ક્વૉશમાં ભારતીય મેન્સ ટીમે (ind-vs-pak Hockey match) પાકિસ્તાનને હરાવતાં ગોલ્ડ મેડલ (Gold medal india) પોતાના નામે કર્યો હતો અને પછી તેના 4 કલાક બાદ ભારતીય મેન્સ હોકી ટીમે એકતરફી મુકાબલામાં પાકિસ્તાનને 10-2થી કચડી નાખ્યું હતું. 

ભારતે રચ્યો ઈતિહાસ 

ભારત-પાકિસ્તાની હોકીના લાંબા ઈતિહાસમાં પહેલીવાર કોઈ ટીમે 10 ગોલ કરીને ઈતિહાસ રચી દીધો હતો. બંને ટીમ વચ્ચે અગાઉ સૌથી મોટો સ્કોર 9-2 હતો જે ભારતના જ નામે હતો. ભારત વતી કેપ્ટન હરમનપ્રીત સિંહે સૌથી વધુ ગોલ ફટકાર્યા હતા. 

  Asian Games 2023 : ભારતે પાકિસ્તાનને હોકીમાં 10-2થી કચડી નાખ્યું,  જીત્યો ગોલ્ડ મેડલ 2 - image


Google NewsGoogle News