IND vs PAK: ભારત પાકિસ્તાનની મેચ અંગે IIT બાબાની ભવિષ્યવાણીના કારણે ટીમ ઈન્ડિયાના ફેન્સ ભડક્યા
IND vs PAK: Champions Trophy માં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેગા મુકાબલો થશે. બંને કટ્ટર પ્રતિસ્પર્ધી ટીમો લાંબા સમયે આમને સામને ટકરાશે. ભારતીય ટીમે પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમી હતી. દુબઈમાં રમાયેલી આ મેચમાં ભારતનો આસાન વિજય થયો હતો.
બાંગ્લાદેશ સામેના વિજયથી ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ વધ્યો છે. ઓપનર શુભમન ગિલ અને કેપ્ટન રોહિત શર્મા બંનેએ પોતાનું ફોર્મ દર્શાવતા ટીમને સારી શરૂઆત અપાવી હતી. આ સિવાય સ્પિનર અક્ષર પટેલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ જબદરસ્ત ફોર્મમાં દેખાયા હતા. હાલની સ્થિતિ જોતાં તો ભારતીય ટીમ મજબૂત લાગી રહી છે પરંતુ દુબઈની પિચ પર ટોસ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ભારતીય ટીમ આ અગાઉ સતત 11 મેચથી ટોસ હારી છે. જો કે બાંગ્લાદેશ સામેની મેચમાં પણ ટોસ હાર્યા છતાં પરિણામ ભારતની તરફેણમાં જ આવ્યું હતું.
ભારતીય ટીમ 2017નો બદલો લેવા ઉતરશે
2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં લંડનના ઓવલ મેદાનમાં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમને પાકિસ્તાન સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જો કે ત્યાર પછી ICC ઇવેન્ટમાં ભારતે અનેક વખત પાકિસ્તાનને હરાવ્યું છે પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં મળેલી હારનો બદલો ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ લેવા માટે ટીમ ઈન્ડિયા ઉત્સુક છે.
IIT બાબાની આગાહી
આ મેચ અગાઉ Mahakumbh 2025 માં આ મેચ અગાઉ Mahakumbh 2025 માં પ્રચલિત થયેલા IIT બાબાએ એક આગાહી કરી જેના કારણે વિવાદ થઈ ગયો છે. તેઓનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં તેઓ કહે છે કે, 'હું તમને પહેલેથી જ કહી દઉં છું કે આ વખતે ભારત નહીં જીતે. હવે મેં ના પાડી દીધી છે, તો તમે મોટા છો કે ભગવાન?' IIT બાબાની આગાહીના કારણે ભારતીય ક્રિકેટ ફેન્સ ભડક્યા હતા અને તેઓનો વિરોધ કર્યો હતો.
IIT બાબા તરીકે જાણીતા અભેય સિંઘ મહાકુંભ 2025માં સોશિયલ મીડિયામાં વાઇરલ રહ્યા હતા. તેમણે IIT બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિયરિંગની ડિગ્રી મેળવી છે.