Ind Vs Pak Asia Cup 2022: માણો સોશિયલ મીડિયામાં વાયરલ મજા આવી જાય તેવા મીમ્સ
- ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ પ્રથમ વખત બંને ટીમ વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે, તે સમયે પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું
અમદાવાદ, તા. 28 ઓગષ્ટ 2022, રવિવાર
એશિયા કપમાં આજે સાંજે 7:30 કલાકે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવાનો છે. જોકે મેચ પહેલા જ સોશિયલ મીડિયામાં ક્રિકેટના ચાહકોમાં દંગલ જોવા મળી રહ્યું છે. બંને દેશની ક્રિકેટ ટીમના ચાહકો પોતાની ટીમ વિજેતા બને તેમ ઈચ્છી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગ્રુપમાં ભારત-પાક એશિયા કપ મેચ જોશે તો થશે રૂ. 5,000નો દંડ, વિદ્યાર્થીઓને આદેશ
સોશિયલ મીડિયામાં પણ ક્રિકેટનો માહોલ જામ્યો છે અને મજેદાર મીમ્સનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ક્રિકેટના ચાહકો આજની મેચને સૌથી મોટું દંગણ ગણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ પ્રથમ વખત બંને ટીમ વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે. તે સમયે પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું.