World Cup 2023 : કોહલીનો ન્યુઝીલેન્ડ સામે શાનદાર રેકોર્ડ, રોહિતે પણ કિવી સામે ફટકારી છે આટલી સદી

વિરાટ કોહલીએ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ સામે 29 વનડે મેચમાં 1433 રન બનાવ્યા છે

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
World Cup 2023 : કોહલીનો ન્યુઝીલેન્ડ સામે શાનદાર રેકોર્ડ, રોહિતે પણ કિવી સામે ફટકારી છે આટલી સદી 1 - image
Image:File Photo

World Cup 2023 IND vs NZ : આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ODI World Cup 2023ની 21મી મેચ રમાનાર છે. ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમની બેટિંગ મોટાભાગે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પર નિર્ભર રહેશે. હાર્દિક પંડ્યાના ઈજાગ્રસ્ત થવાથી તે આજની મેચમાં રમી શકશે નહીં જેથી ભારતીય ટીમના લોવર ઓર્ડરમાં સમસ્યા ઉભી થઇ શકે છે. જેથી રોહિત અને વિરાટને જવાબદારી સાથે રમવું પડશે. ભારતીય ટીમને તેની ODI World Cup 2023ની ગત ચાર મેચોમાં જીત અપાવવામાં કોહલી અને રોહિતની બેટિંગે મહત્વની ભૂમિકા ભજવી હતી.

કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં 1433 રન બનાવ્યા

વિરાટ કોહલી અને રોહિત શર્મા ભારતીય ટીમના મહત્વપૂર્ણ ખેલાડી છે અને આ બંનેએ ન્યુઝીલેન્ડની ટીમ સામે સાવધાનીથી રમીને મોટો સ્કોર બનાવવો પડશે. આ બંનેની વાત કરીએ તો કોહલીનું ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વનડેમાં અત્યાર સુધીનું પ્રદર્શન રોહિત શર્મા કરતા ઘણું સારું રહ્યું છે. વિરાટ કોહલી(Virat Kohli Record Against New Zealand)એ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં 29 મેચની 29 ઇનિંગ્સમાં 55.11ની એવરેજથી 1433 રન બનાવ્યા છે. કોહલીએ ન્યુઝીલેન્ડ સામે વનડેમાં 5 સદી ફટકારી છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 154 રન કરીને અણનમ છે.

રોહિતે ન્યુઝીલેન્ડ સામે 2 સદી ફટકારી

ન્યુઝીલેન્ડની ટીમ સામે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ન્યુઝીલેન્ડ સામે રોહિતે અત્યાર સુધી 27 મેચની 25 ઇનિંગ્સ(Rohit Sharma's Record Against New Zealand)માં 37.04ની એવરેજથી 889 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી ફટકારી છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 147 રન રહ્યો છે. રોહિતે ન્યુઝીલેન્ડ સામે 5 ફિફ્ટી પણ ફટકારી છે. જો કે રોહિત શર્મા હાલ ODI World Cup 2023માં જે ફોર્મમાં જોવા મળી રહ્યો છે તેને જોતા એવી અપેક્ષા કરવામાં આવી રહી છે કે તે આજની મેચમાં ન્યુઝીલેન્ડ સામે એક શાનદાર ઇનિંગ રમશે.

World Cup 2023 : કોહલીનો ન્યુઝીલેન્ડ સામે શાનદાર રેકોર્ડ, રોહિતે પણ કિવી સામે ફટકારી છે આટલી સદી 2 - image


Google NewsGoogle News