IND vs NZ : સ્મૃતિ મંધાનાએ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, ન્યૂઝીલેન્ડને વનડે સીરિઝમાં હરાવ્યું
IND vs NZ Women 3rd ODI : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઘરઆંગણે વનડે સીરિઝમાં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમને કારમી હાર આપી છે. ત્રણ મેચોની સીરિઝની છેલ્લી મેચ મંગળવારે (29 ઓક્ટોબર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી.
જેમાં સ્મૃતિ મંધાનાની સદીની મદદથી ભારતીય ટીમે 6 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ સાથે અમે સીરિઝ 2-1થી કબજે કરી લીધી છે. સીરિઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમે 59 રને જીત મેળવી હતી. જ્યારે કિવી ટીમે બીજી વનડે 76 રને જીતી લીધી હતી.
આ પણ વાંચો : IPL 2025: કઈ રીતે કામ કરશે RTM નિયમ? ખેલાડીઓ પર થશે પૈસાનો વરસાદ, જાણો કેમ
મંધાનાએ સદી ફટકારીને રચ્યો હતો ઈતિહાસ
ન્યૂઝીલેન્ડની ટીમે મેચમાં 233 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 44.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ઓપનર મંધાનાએ 122 બોલમાં 100 રનની ઈનિંગ રમીને ઈતિહાસ રચ્યો હતો. મંધાના હવે ભારત માટે સૌથી વધુ 8 ODI સદી ફટકારનારી મહિલા ક્રિકેટર બની ગઈ છે.
આ મામલે મંધાનાએ પૂર્વ કેપ્ટન મિતાલી રાજને પાછળ છોડી દીધી છે, જેણે 232 ODI મેચમાં 7 સદી ફટકારી હતી. મંધાનાએ 88મી મેચમાં જ સિદ્ધિ મેળવી છે. મંધાનાએ પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા.