Get The App

147 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત ઘરઆંગણે 3 મેચની સીરિઝમાં ભારતનો વ્હાઇટવોશ

Updated: Nov 3rd, 2024


Google NewsGoogle News
147 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત ઘરઆંગણે 3 મેચની સીરિઝમાં ભારતનો વ્હાઇટવોશ 1 - image


India vs New Zealand, 3rd Test, Day 3: ભારતીય ટીમે આજે વાનખેડે સ્ટેડિયમમાં શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડે 147 રનનો લક્ષ્ય આપ્યો હતો, જે બાદ ભારતીય ટીમ 121 રન પર જ પવેલિયનભેગી થઈ ગઈ. ઋષભ પંતે ધુંઆધાર બેટિંગ કરી અને 57 બોલમાં 64 રન ફટકાર્યા. બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમ 174 રનો પર સમેટાઇ ગઈ હતી. જે બાદ ભારતને 28 રનની લીડ હાંસલ થઈ હતી. 

બોલિંગમાં રવીન્દ્ર જાડેજાએ તરખાટ મચાવ્યો હતો. પહેલી અને બીજી એમ બંને ઈનિંગમાં રવીન્દ્ર જાડેજાને પાંચ-પાંચ વિકેટ લેવામાં સફળતા મળી. આ સિવાય રવિચંદ્રન અશ્વિને ત્રણ જ્યારે સુંદર અને આકાશદીપે એક એક વિકેટ ખેરવી હતી. 

ઈતિહાસમાં પહેલીવાર આવી ભૂંડી હાર 

નોંધનીય છે કે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝમાં વ્હાઇટવૉશનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા વર્ષ 2000માં બે મેચોની ટેસ્ટ સીરિઝમાં ભારતના સૂપડાં સાફ થયા હતા. 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો બેંગલુરુમાં થયો હતો. જેમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટથી વિજય મળ્યો. બાદમાં પૂણેમાં બીજી મેચ રમાઈ જેમાં ભારત 113 રનથી હાર્યું. 


Google NewsGoogle News