VIDEO : સિરાજે કૉન્વેને ફરી કર્યો આઉટ, બેટ્સમેન ખુદ જ થઈ ગયો શિકાર, જુઓ કેવી રીતે

ભારતે ન્યુઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
VIDEO : સિરાજે કૉન્વેને ફરી કર્યો આઉટ, બેટ્સમેન ખુદ જ થઈ ગયો શિકાર, જુઓ કેવી રીતે 1 - image
Image:File Photo

World Cup 2023 IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ODI World Cup 2023ની 21મી મેચમાં ન્યુઝીલેન્ડ સામે મોહમ્મદ સિરાજે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. સિરાજે ડેવોન કોન્વેને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. કોન્વે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. કોન્વેને આઉટ કરવા માટે સિરાજે તેને લેગ સાઇડ પર શોટ મારવા મજબૂર કર્યો હતો. 

સિરાજે વનડેમાં બીજીવાર કોન્વેને આઉટ કર્યો

સિરાજે બોલને લેગ સ્ટમ્પ તરફ રાખ્યો હતો. આવી સ્થિતિમાં કોન્વેએ ગ્લાન્સ શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ શ્રેયસ અય્યર સ્ક્વેર લેગ પર ઊભો હતો. અય્યરે એક સરળ કેચ લઈને કોન્વેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સિરાજે પાવર પ્લેમાં વધુ એક વિકેટ લઈને જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. સિરાજે વનડેમાં બીજીવાર કોન્વેને આઉટ કર્યો છે. ધર્મશાલામાં રમાઈ રહેલી ODI World Cup 2023ની મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

VIDEO : સિરાજે કૉન્વેને ફરી કર્યો આઉટ, બેટ્સમેન ખુદ જ થઈ ગયો શિકાર, જુઓ કેવી રીતે 2 - image


Google NewsGoogle News