IND vs NZ Records: વર્લ્ડ કપમાં રોહિત શર્માએ ફટકારી સિક્સરની અડધી સદી, આવું કરનારો દુનિયાનો પહેલો બેટ્સમેન બન્યો
રોહિત વન ડે વર્લ્ડ કપમાં ઈતિહાસમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર બેસ્ટમેન બની ગયો
Image Twitter |
તા. 15 નવેમ્બર 2023, બુધવાર
રોહિત વન ડે વર્લ્ડ કપમાં ઈતિહાસમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર બેસ્ટમેન બની ગયો છે. તેમણે વર્લ્ડ કપની 27 ઈનિંગ્સમાં 51 સિક્સર ફટકારી છે.
ભારત અને ન્યુજીલેન્ડની વચ્ચે વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં રોહિત શર્માએ 29 બોલમાં 47 રનની તોફાની મેચ રમ્યા હતા. રોહિતે તેની આ ઈનિંગ્સમાં ચાર ચોક્કા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તે ટીમ સાઉદીના કેન વિલિયમ્સનના હાથે કેચઆઉટ થયો હતો.
સાઉદી સામે રોહિતની એવરેજ 17.8 રહી છે
સાઉદીના વન ડેમાં એક થી દશ ઓવર દરમ્યાન રોહિતને પાંચમી વખત આઉટ કર્યો હતો. હિટમેને સાઉદીની સામે 135 બોલમાં રમ્યો છે અને 89 રન બનાવ્યા છે. આ દરમ્યાન તેને હિટમેનને પાંચ વખત પેવેલિયનમાં પરત મોકલ્યો હતો. સાઉદી સામે રોહિતની એવરેજ 17.8 રહી છે, જ્યારે સ્ટ્રાઈક રેટ 65.9નો રહ્યો હતો.
ઈન્ડિઝના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો
આ સિક્સર સાથે તે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન તરીકે નામ પ્રાપ્ત કર્યુ છે. તેણે વર્લ્ડ કપની 27 ઇનિંગ્સમાં 51 સિક્સર લગાવી હતી. આ બાબતે તેણે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગેલે વર્લ્ડ કપમાં 49 સિક્સર ફટકારી હતી.