'બધું 10 જ મિનિટમાં થઇ ગયું...' ટીમ ઈન્ડિયાની ખરાબ બેટિંગ પર ગુજ્જુ ઓલરાઉન્ડરનું મોટું નિવેદન
Ind vs Nz 3rd test | ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું માનવું છે કે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે માત્ર 10 મિનિટના ખરાબ પ્રદર્શન માટે કોઈ એક ખેલાડીને દોષિત ઠેરવવો તે અયોગ્ય છે.
ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મૂકાઈ!
રમતના અંતિમ તબક્કામાં ભારતનો સ્કોર એક વિકેટે 78 રને ચાર વિકેટના નુકસાને 86 રને હતો. રોહિત શર્મા (18), વિરાટ કોહલી (04) અને યશસ્વી જયસ્વાલ (30)ના આઉટ થયા બાદ યજમાન ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
રવિન્દ્ર જાડેજા શું બોલ્યો
જાડેજાએ રમત સમાપ્ત થયા બાદ મીડિયાને કહ્યું હતું કે, “આ બધું માત્ર 10 મિનિટમાં થયું. અમને પ્રતિક્રિયા આપવાનો સમય જ ના મળ્યો. પરંતુ આવુ થાય છે, આ એક ટીમની રમત છે, ખાસ કરીને કોઈ એક વ્યક્તિને દોષિત ઠેરવી ન શકાય. નાની-નાની ભૂલો થાય છે. હજુ અન્ય બેટરોએ બેટિંગ કરવાની બાકી છે. હવે અમારે મોટી ભાગીદારી કરવી પડશે અને 230ના સ્કોરને પાર કરવા પ્રયાસ કરવો પડશે ત્યારે જ બીજી ઇનિંગની શરૂઆત થઈ શકશે.