World Cup 2023 : ભારત આજે ન્યુઝીલેન્ડના ICC ટૂર્નામેન્ટમાં 20 વર્ષના અજેયને બ્રેક મારશે? ધર્મશાલામાં થશે ટક્કર

ન્યુઝીલેન્ડની ટીમ ODI World Cup 2023માં રમાયેલી તેની 4 મેચમાંથી એક મેચ પણ હારી નથી

ભારતે ન્યુઝીલેન્ડને છેલ્લે ODI World Cup 2003માં હરાવ્યું હતું

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ભારત આજે ન્યુઝીલેન્ડના ICC ટૂર્નામેન્ટમાં 20 વર્ષના અજેયને બ્રેક મારશે? ધર્મશાલામાં થશે ટક્કર 1 - image


World Cup 2023 IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ODI World Cup 2023ની 21મી મેચ ધર્મશાલામાં રમાનાર છે. આ મેચમાં બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળશે. ન્યુઝીલેન્ડની ટીમ ODI World Cup 2023માં રમાયેલી તેની 4 મેચમાંથી એક મેચ પણ હારી નથી. કિવી ટીમ પોઈન્ટ્સ ટેબલ પર 8 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે અને તેની નેટ રન રેટ +1.923 છે. જયારે ભારતીય ટીમે પણ તેની ચારેય મેચ જીતી છે. તે બીજા નંબરે છે અને ભારતની નેટ રન રેટ +1.659 છે.

પંડ્યાની જગ્યાએ આ ખેલાડીને મળી શકે તક

હાર્દિક પંડ્યાની ઈજાના કારણે ભારતીય ટીમના પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર થવાની પૂરેપૂરી સંભાવના છે. હાર્દિકના સ્થાને સૂર્યકુમાર યાદવને ટીમના પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત બીજો એક ફેરફાર જોવા મળી શકે છે. શાર્દુલ ઠાકુરના સ્થાને મોહમ્મદ શમીને આજની મેચમાં તક મળી શકે છે. હાર્દિકના ટીમમાં ન હોવાના કારણે બોલરની કમી પૂરી કરવા માટે ટીમમાં શમીને સામેલ કરી શકાય છે. બીજી તરફ ન્યુઝીલેન્ડમાં કોઈ ફેરફારની સંભાવના દેખાઈ રહી નથી. કિવી ટીમનો ફાસ્ટ બોલિંગ અટેક જબરદસ્ત ફોર્મમાં છે. આવી સ્થિતિમાં ટિમ સાઉદીને આજે પણ બહાર બેસવું પડી શકે છે.

હેડ ટૂ હેડ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 116 વનડે મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 58 મેચ જીતી છે. આ સાથે જ તેને 50 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને ટીમો વચ્ચે છેલ્લી વનડે મેચ જાન્યુઆરી 2023માં ઈન્દોરમાં રમાઈ હતી. તેમાં ભારતે 90 રનથી જીત મેળવી હતી. ભારતે ICC ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડને છેલ્લે 2003ના વનડે વર્લ્ડ કપમાં હરાવ્યું હતું. ODI World Cupમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો વચ્ચે કુલ 9 મેચ રમાઈ છે, જેમાં ન્યૂઝીલેન્ડે 5 અને ભારતે 3માં જીત મેળવી છે. આ ઉપરાંત 1 મેચ અનિર્ણિત રહી હતી.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન

ભારત

રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ (wkt), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી

ન્યુઝીલેન્ડ

ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ટોમ લાથમ (C/wkt), ડેરલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ

World Cup 2023 : ભારત આજે ન્યુઝીલેન્ડના ICC ટૂર્નામેન્ટમાં 20 વર્ષના અજેયને બ્રેક મારશે? ધર્મશાલામાં થશે ટક્કર 2 - image

  


Google NewsGoogle News