Get The App

IND vs NZ: ગંભીર અને રોહિતથી થઈ આ ત્રણ મોટી ભૂલ, 46 રન પર પવેલિયન ભેગી થઈ ટીમ

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
IND vs NZ: ગંભીર અને રોહિતથી થઈ આ ત્રણ મોટી ભૂલ, 46 રન પર પવેલિયન ભેગી થઈ ટીમ 1 - image


Image Source: Twitter

IND Vs NZ Match: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના બેટર્સનો ફ્લોપ શો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 46 રનના સ્કોર પર તમામ 10 વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી, સરફરાઝ, રાહુલ, જાડેજા અને અશ્વિન એમ 5 બેટ્સમેનો શૂન્ય પર આઉટ થયા હતા. ટીમ ઈન્ડિયા તરફથી માત્ર જયસ્વાલ અને પંત જ ડબલ ડિજિટનો સ્કોર નોંધાવી શક્યા હતા. તો ચાલો જાણીએ રોહિત અને ગંભીરના એ ત્રણ નિર્ણયો જેણે ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધારી દીધી અને માત્ર 46 રન પર ટીમ પવેલિયનભેગી થઈ ગઈ. 

પિચ અંગે ખોટું અનુમાન

રોહિત શર્મા અને ગૌતમ ગંભીર બંનેએ જ પિચ અંગે ખોટું અનુમાન લગાવ્યું હતું. વરસાદના કારણે પ્રથમ દિવસની મેચ નહોતી રમાઈ શકી. તેમ છતાં પણ રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, રોહિત શર્મા પાસે પહેલા બોલિંગ કરવાની તક મળી હતી અને ખેલાડીઓ પણ પિચને સારી રીતે સમજી શક્યા હોત. રોહિત શર્માના આ નિર્ણયે ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.

આ પણ વાંચો: IND vs NZ: ટીમ ઈન્ડિયાનો ધબડકો! 46 રન પર ઓલઆઉટ, એશિયામાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ

પ્લેઈંગ ઈલેવનની ખોટી પસંદગી

બેંગલુરુમાં જ્યાં ન્યૂઝીલેન્ડ ત્રણ ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી. બીજી તરફ ટીમ ઈન્ડિયા આ મેચમાં ત્રણ સ્પિનરો સાથે નજર આવી રહી છે. છેલ્લી ત્રણ રણજી મેચોમાં અહીં ફાસ્ટ બોલરોએ સૌથી વધુ વિકેટો ઝડપી છે. ત્યારબાદ પણ ગૌતમ ગંભીર અને રોહિત શર્માએ આકાશદીપને તક ન આપી.

વિરાટ કોહલીને નંબર 3 પર તક આપી

આ મેચ પહેલા ગિલ ગરદનના દુખાવાના કારણે નહોતો રમ્યો. ટીમ મેનેજમેન્ટે તેના સ્થાને સરફરાઝ ખાનને તક આપી હતી. ગિલની ગેરહાજરીમાં વિરાટ કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. ત્રીજા નંબર પર કોહલીનો રેકોર્ડ સારો નથી રહ્યો. તેમ છતાં ટીમ મેનેજમેન્ટે તેને નંબર 3 પર બેટિંગ કરવા મોકલ્યો હતો. તેનો આ નિર્ણય ટીમની વિરૂદ્ધ પણ ગયો અને કોહલી ખાતું પણ નહોતું ખોલાવી શક્યો. 


Google NewsGoogle News