Get The App

IND vs NZ : ગુજ્જુ બોલર સામે કિવી ઘૂંટણિયે, ભારત પાસે 2008ના ઇતિહાસના પુનરાવર્તનની તક

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
IND vs NZ : ગુજ્જુ બોલર સામે કિવી ઘૂંટણિયે, ભારત પાસે  2008ના ઇતિહાસના પુનરાવર્તનની તક 1 - image


IND vs NZ 2nd Test Day 3: ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (MCA)માં ચાલી રહી છે. આ મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયાને 359 રનનો ટાર્ગેટ મળ્યો છે. 350 પ્લસનું લક્ષ્ય ભારતીય ધરતી પર માત્ર એક જ વાર સફળ રીતે ચેઝ કરવામાં આવ્યું હતું.  

ન્યૂઝીલેન્ડ જાડેજા સામે ઘૂંટણીએ 

ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 259 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 156 રન જ બનાવી શકી હતી. પ્રથમ દાવના આધારે ન્યૂઝીલેન્ડને 103 રનની લીડ મળી હતી. બીજા દાવમાં ન્યૂઝીલેન્ડની ટીમ 255 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે ચોથી ઈનિંગમાં આટલા રન બનાવવા સરળ નથી પણ અસંભવ છે. જે ટીમ ઈન્ડિયા માટે એક મોટો પડકાર બની શકે છે. જાડેજાએ બીજી ઈનિંગમાં કુલ 3 વિકેટો ઝડપી હતી જ્યારે વોશિંગ્ટન સુંદરના ખાતામાં પણ 3 વિકેટો આવી હતી. 

ભારત માત્ર એક જ વાર 350થી વધુ રનનો ટારગેટ ચેઝ થયો છે 

ભારતીય ધરતી પર માત્ર એક જ વાર ટેસ્ટ ક્રિકેટમાં 350થી વધુ રનનું લક્ષ્ય સફળતાપૂર્વક ચેઝ કરાયું છે. આ ઈતિહાસ મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે રચ્યો હતો. ડિસેમ્બર 2008માં ભારતે ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે 387 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો. તે મેચમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સદી (અણનમ 103 રન) ફટકારી હતી અને ભારતીય ટીમ છ વિકેટે મેચ જીતવામાં સફળ રહી હતી.

IND vs NZ : ગુજ્જુ બોલર સામે કિવી ઘૂંટણિયે, ભારત પાસે  2008ના ઇતિહાસના પુનરાવર્તનની તક 2 - image


Google NewsGoogle News