Get The App

IND vs NZ 1st Test: સરફરાઝની સેન્ચુરી, પંતની ફિફ્ટી, બેંગલુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ બેકફૂટ પર

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
IND vs NZ 1st Test: સરફરાઝની સેન્ચુરી, પંતની ફિફ્ટી, બેંગલુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ બેકફૂટ પર 1 - image


India vs New Zealand 1st Test Day 4 Score: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં રમાઈ રહી છે. આજે મેચનો ચોથો દિવસ છે. ભારતીય ટીમ બીજી ઈનિંગમાં બેટિંગ કરી રહી છે. હાલમાં ઋષભ પંત અને સરફરાઝ ખાન બેટિંગ કરી રહ્યા છે. ભારતીય ટીમનો સ્કોર 344 રન છે અને તેની 3 વિકેટ પડી ચૂકી છે. સરફરાઝ ખાને આ દરમિયાન મેચમાં તેની પ્રથમ સદી ફટકારી હતી. રિષભ પંતે પણ અડધી સદી ફટકારી છે. ભારત ન્યૂઝીલેન્ડથી માત્ર 12 રન પાછળ છે. હાલમાં વરસાદના કારણે રમત બંધ કરી દેવામાં આવી છે.

ભારતે તેની પ્રથમ ઈનિંગમાં 46 રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 402 રન બનાવ્યા હતા. આ રીતે ન્યૂઝીલેન્ડની ટીમને 356 રનની જંગી લીડ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ સૌથી વધુ 134 રનની ઇનિંગ રમી હતી.

ભારતીય ટીમ બીજી ઈનિંગની હાઈલાઇટ 

ભારતીય ટીમે બીજા ઈનિંગમાં શાનદાર શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે મળીને 72 રન જોડ્યા હતા. યશસ્વી સેટ થઈ ગયો હતો, પરંતુ મોટો શોટ રમવાના પ્રયાસમાં તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વીને સ્પિનર ​​એજાઝ પટેલે સ્ટમ્પ આઉટ કર્યો હતો. યશસ્વીના આઉટ થયાના થોડા સમય બાદ રોહિત શર્માએ પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. જો કે, રોહિત ફિફ્ટી ફટકારીને થોડી જ વારમાં એજાઝ પટેલના બોલ પર આઉટ થયો હતો. 

રોહિતે 63 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. રોહિત આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 95/2 રન હતો. બે વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલી અને સરફરાઝ ખાને મળીને ભારતીય ઇનિંગ્સની કમાન સંભાળી હતી. કોહલી અને સરફરાઝે પોતપોતાની ફિફ્ટી પૂરી કરી. સરફરાઝે માત્ર 42 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. જ્યારે કોહલીએ અડધી સદી સુધી પહોંચવા માટે 70 બોલ લીધા હતા. 

કોહલી અને સરફરાઝ વચ્ચે 136 રનની ભાગીદારી 

કોહલી અને સરફરાઝ વચ્ચે ત્રીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી થઈ હતી. ત્રીજા દિવસના છેલ્લા બોલ પર કોહલી આઉટ થયો હતો. કોહલી ગ્લેન ફિલિપ્સના હાથે વિકેટકીપર ટોમ બ્લંડેલના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીએ 102 બોલમાં 70 રન બનાવ્યા જેમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

IND vs NZ 1st Test: સરફરાઝની સેન્ચુરી, પંતની ફિફ્ટી, બેંગલુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ બેકફૂટ પર 2 - image


Google NewsGoogle News