Get The App

રોહિતના 'રાજ'માં ક્યાં થઈ રહી છે ચૂક? કોહલીની કેપ્ટનશીપમાં ટેસ્ટ ફોર્મેટમાં 'એક્કો' હતી ટીમ ઈન્ડિયા

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
રોહિતના 'રાજ'માં ક્યાં થઈ રહી છે ચૂક? કોહલીની કેપ્ટનશીપમાં ટેસ્ટ ફોર્મેટમાં 'એક્કો' હતી ટીમ ઈન્ડિયા 1 - image


INDIAN CRICKET TEAM : રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ હારી ગઈ હતી. બંને વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝનો આ પહેલી મેચ હતી. ટીમ ઈન્ડિયાએ સીરિઝની શરૂઆત હાર સાથે કરી હતી. રોહિતના કાર્યકાળ દરમિયાન હોમ ગ્રાઉન્ડ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની આ ત્રીજી હાર હતી. જ્યારે વિરાટ કોહલીના સમયમાં જમાનામાં ટીમ ઈન્ડિયા ઘરની ધરતી પર માત્ર 2 ટેસ્ટ હારી હતી.

વર્ષ 2014 થી 2021 સુધી વિરાટ કોહલી ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો. આ પછી રોહિત શર્માએ ભારતીય ટેસ્ટ ટીમની કમાન સંભાળી હતી. કોહલીના સમયે એટલે કે લગભગ 7 વર્ષના સમયગાળામાં ટીમ ઈન્ડિયાને હોમ ગ્રાઉન્ડ પર માત્ર 2 ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રોહિત શર્માની કેપ્ટન્સીમાં એટલે કે લગભગ 18 મહિનાના સમયગાળામાં ટીમ ઈન્ડિયા 3 ઘરેલુ ટેસ્ટ હારી ગઈ છે.

આ પણ વાંચો : પહેલી મેચ હારતાં જ ટીમ ઈન્ડિયામાં ફેરબદલ! ત્રણ વર્ષ બાદ આ સ્ટાર ખેલાડીની એન્ટ્રી

રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા 2024માં જ ઘરઆંગણે બે ટેસ્ટ હારી ગઈ છે. આ પહેલા 2024માં હૈદરાબાદમાં ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ટીમ ઈન્ડિયા 7 વર્ષમાં માત્ર 2 ઘરેલુ ટેસ્ટ હારી ગઈ હતી.

બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામે 8 વિકેટે હારી ટીમ ઈન્ડિયા

બેંગલુરુમાં રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની પહેલી  મેચમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને રોહિત બિગાર્ડ પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. 

આ પણ વાંચો : આવી રહ્યું છે 'દાના' વાવાઝોડું! 48 કલાક અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં સૌથી વધુ ખતરો

ત્યાર બાદ તેના જવાબમાં ન્યુઝીલેન્ડે પહેલા દાવમાં 402/10 રન બનાવ્યા હતા. આ પછી ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં 462 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડને 107 રનનો ટાર્ગેટ આપ્યો. લક્ષ્યનો પીછો કરતા કિવી ટીમે 110/2 રન બનાવીને જીત મેળવી હતી. આ રીતે ભારતીય ટીમને મેચમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.



Google NewsGoogle News