Get The App

IND vs NEP U19 : ભારતની જબરદસ્ત વાપસી, નેપાળને 10 વિકેટે હરાવ્યું, લીંબાણીની ઘાતક બોલિંગ

ભારત માટે આદર્શ સિંહે 13 રન અને અર્શિન કુલકર્ણીએ 43 રનની ઇનિંગ રમી હતી

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
IND vs NEP U19 : ભારતની જબરદસ્ત વાપસી, નેપાળને 10 વિકેટે હરાવ્યું, લીંબાણીની ઘાતક બોલિંગ 1 - image
Image:Twitter

IND vs NEP U19 : દુબઈમાં રમાઈ રહેલા U-19 Asia Cupમાં આજે ભારત અને નેપાળ વચ્ચે મેચ રમાઈ હતી. ભારતીય ટીમના બોલરોએ નેપાળની ટીમને 22.1 ઓવરમાં માત્ર 52 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધી હતી. ભારત તરફથી રાજ લીંબાણીએ સૌથી વધુ 7 વિકેટ ઝડપી હતી. જવાબ(India Beats Nepal)માં ભારતીય ટીમે 7.1 ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

ભારત છેલ્લી 2 મેચમાંથી 1 જીત્યું અને 1 હાર્યું

ભારત માટે આદર્શ સિંહે 13 રન અને અર્શિન કુલકર્ણીએ 43 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન અર્શિને એક ચોગ્ગો અને 5 છગ્ગા ફટકાર્યા હતા. ભારતીય ટીમની આ ત્રીજી મેચ હતી. છેલ્લી 2 મેચમાંથી ભારત એક મેચ જીત્યું અને એક હાર્યું હતું. પાકિસ્તાન સામે છેલ્લી મેચ 8 વિકેટથી હાર્યા બાદ ભારતીય ટીમ ફરી એક વખત જીતના પાટા પર પછી આવી ગઈ છે. પાકિસ્તાન પહેલા ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.

અફઘાનિસ્તાન સામે ભારતીય ફાસ્ટ બોલર્સની ઘાતક બોલિંગ

ભારતીય ટીમના ફાસ્ટ બોલરોએ અફઘાનિસ્તાન સામે ઘાતક બોલિંગ કરી હતી. ભારતીય ફાસ્ટ બોલરો સામે અફઘાનિસ્તાનની ટીમ માત્ર 173 રન પર સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કર્યો હતો. તે મેચમાં અર્શિને શાનદાર પ્રદર્શન કરતા 70 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ પણ ઝડપી હતી. જયારે બીજી મેચમાં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન સામે ભારતે 9 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમે 2 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.

IND vs NEP U19 : ભારતની જબરદસ્ત વાપસી, નેપાળને 10 વિકેટે હરાવ્યું, લીંબાણીની ઘાતક બોલિંગ 2 - image


Google NewsGoogle News