World Cup 2023 : ગિલે તોડ્યો રોહિત-કોહલીનો રેકોર્ડ, નેધરલેન્ડ્સ સામે ફિફ્ટી ફટકારી મેળવી આ સિદ્ધિ

શુભમન ગિલે નેધરલેન્ડ્સ સામે 32 બોલમાં 51 રન બનાવ્યા હતા

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ગિલે તોડ્યો રોહિત-કોહલીનો રેકોર્ડ, નેધરલેન્ડ્સ સામે ફિફ્ટી ફટકારી મેળવી આ સિદ્ધિ 1 - image
Image:IANS

World Cup 2023 IND vs NED : ભારતે ODI World Cup 2023ની અંતિમ લીગ મેચમાં નેધરલેન્ડ્સને 160 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી બેટિંગ કરતા શુભમન ગિલે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ગિલે માત્ર 32 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ ફિફ્ટી સાથે ગિલે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. શુભમન ગિલ ભારત માટે વનડે(Shubman Gill Scored Most Runs In ODI In A Calendar Year)માં એક કેલેન્ડર યરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની લીસ્ટમાં પાંચમાં નંબરે આવી ગયો છે. તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી દીધો છે.

ગિલે રોહિત અને કોહલીને પાછળ છોડ્યા

શુભમને આ વર્ષે ભારત માટે વનડે ક્રિકેટમાં 1500 રન બનાવ્યા છે. ગિલે આ મામલે રોહિત અને કોહલીને પાછળ છોડી દીધા છે. રોહિત શર્માએ વર્ષ 2019માં ભારત માટે વનડેમાં 1490 રન બનાવ્યા હતા. જ્યારે કોહલીએ વર્ષ 2017માં 1460 રન બનાવ્યા હતા.

સચિન તેંડુલકર લીસ્ટમાં ટોપ પર

ભારત માટે વનડેમાં એક કેલેન્ડર યરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પૂર્વ ભારતીય ખેલાડી સચિન તેંડુલકરના નામે છે. તેણે વર્ષ 1998માં 1894 રન બનાવ્યા હતા. બીજા નંબર પર સૌરવ ગાંગુલી છે. ગાંગુલીએ વર્ષ 1999માં 1767 રન બનાવ્યા હતા. રાહુલ દ્રવિડે 1761 રન બનાવ્યા હતા. ચોથા નંબરે પણ સચિનનું નામ છે. તેણે વર્ષ 1996માં 1611 રન બનાવ્યા હતા.

World Cup 2023 : ગિલે તોડ્યો રોહિત-કોહલીનો રેકોર્ડ, નેધરલેન્ડ્સ સામે ફિફ્ટી ફટકારી મેળવી આ સિદ્ધિ 2 - image


Google NewsGoogle News