World Cup 2023 : ભારતીય ટીમ 1992 બાદ દિવાળીના પર્વ પર રમશે મેચ, નેધરલેન્ડ્સ સામે ટક્કર
નેધરલેન્ડ્સની ટીમ ODI World Cup 2023ના સેમિફાઇનલમાંથી બહાર થઈ ગઈ છે
World Cup 2023 IND vs NED : આજે ODI World Cup 2023માં રાઉન્ડ રોબિન સ્ટેજની 45મી અને અંતિમ મેચ રમાનાર છે. આ મેચ ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે બેંગલુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી રમાશે. ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં આજની મેચ ભારત માટે સેમિફાઇનલ માટે માત્ર પ્રેક્ટિસ બની રહેશે. બીજી તરફ નેધરલેન્ડ્સની ટીમ ODI World Cup 2023ના સેમિફાઇનલમાંથી બહાર થઈ ગઈ છે અને તેના માટે આ મેચ ICC Champions Trophy 2025 માટે ક્વોલિફાઈ કરવાનો છેલ્લો રસ્તો છે. જો તે આ મેચ જીતે છે તો તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે બાંગ્લાદેશને પાછળ છોડી શકે છે.
ભારત ત્રીજી વખત રમશે દિવાળીના દિવસે મેચ
વર્ષ 1992 પછી પહેલીવાર ભારતીય ટીમ દિવાળી પર મેચ રમી રહી છે. દિવાળીના શુભ દિવસે ભારતની આ બીજી ODI World Cup મેચ છે. આ પહેલા ODI World Cup 1987માં પણ ભારતીય ટીમ દિવાળી પર રમી હતી. ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે અત્યાર સુધી ODI World Cupમાં 2 મેચ રમાઈ છે અને બંને મેચમાં ભારતને જીત મળી છે. ભારતે નેધરલેન્ડ્સને ODI World Cup 2003માં 68 રનથી જયારે ODI World Cup 2011માં 5 વિકેટથી હરાવ્યું હતું.
બેટિંગ ફ્રેન્ડલી છે ચિન્નાસ્વામીની પિચ
બેંગલુરુંના એમ ચચિન્નાસ્વામી સ્ટેડિયમની વાત કરીએ તો અહિયાં અત્યાર સુધી કુલ 27 વનડે મેચ રમાઈ છે. જેમાંથી 13 વખત પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે જયારે 14 વખત રન ચેઝ કરનાર ટીમ જીતી છે. આ મેદાન પર ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરતી હોય છે. આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર 401 રનનો રહ્યો છે જે આ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામે બનાવ્યો હતો. આ મેદાનની પિચ બેટિંગ ફ્રેન્ડલી છે જેથી આજે રનોનો વરસાદ જોવા મળી શકે છે. ફાસ્ટ બોલરોને અહિયાં થોડી મદદ મળી શકે છે પરંતુ સ્પિનરો આ પિચ પર બહુ અસરકારક સાબિત થશે નહીં.
ભારતીય ટીમમાં થઇ શકે ફેરફાર
મેચ પહેલા કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે કે આજે કેટલાંક ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. આજે જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવને આરામ મળી શકે છે અને પ્લેઈંગ ઈલેવનમાં પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિચંદ્રન અશ્વિનને તક સામેલ કરવામાં આવી શકે છે. જો કે નેધરલેન્ડ્સની ટીમમાં કોઈપણ પ્રકારના ફેરફારની સંભાવના ખુબ ઓછી છે.
બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન
ભારત
રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ (wkt), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ/આર અશ્વિન, જસપ્રીત બુમરાહ/પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
નેધરલેન્ડ્સ
સ્કોટ એડવર્ડ્સ (C/wkt), મેક્સ ઓ'ડાઉડ, વેસ્લી બરેસી, કોલિન એકરમેન, સિબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ, બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, લોગન વાન બીક, રોએલોફ વાન ડેર મર્વ, આર્યન દત્ત, પોલ વાન મીકરેન