IND vs ENG: હર્ષિત રાણાની ખાસ 'હેટ્રીક', 50 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બન્યો આ રેકોર્ડ
IND vs ENG, Harshit Rana's special 'hat trick' : ઇંગ્લેન્ડ સામેની નાગપુર વનડે મેચમાં હર્ષિત રાણાએ પોતાનું ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની કારકિર્દીની પહેલી મેચમાં જ 3 વિકેટ ઝડપીને ખાસ હેટ્રિક મેળવી હતી. હકીકતમાં હર્ષિત રાણા ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે અને ત્રણેય વખત પહેલી મેચમાં તેણે ત્રણ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. આવું કારનામું કરનાર તે પહેલો ભારતીય ક્રિકેટર બની ગયો છે.
ભારતના વનડેના ઈતિહાસમાં હર્ષિત રાણાએ કર્યું આવું કારનામું
ભારતીય ટીમ સન 1974થી વનડે ક્રિકેટ રમી રહી છે અને 50 વર્ષના ઈતિહાસમાં કોઈપણ ખેલાડી હર્ષિત રાણા જેવું કારનામું કરી શક્યું નથી. હર્ષિત રાણાએ ટેસ્ટ ડેબ્યૂમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે તેણે T20I અને વનડે ડેબ્યૂ મેચમાં 3-3 વિકેટ લીધી હતી. હર્ષિત રાણા પોતાની પહેલી મેચમાં થોડો મોંઘો જરૂર સાબિત થયો હતો પરંતુ તેણે વિકેટ ઝડપીને પોતાની પ્રતિભાને સાબિત કરી હતી. આ ડાબોડી બોલરે સૌથી પહેલા બેન ડકેટને આઉટ કર્યો હતો. ત્યારબાદ તેણે હૈરી બ્રુકની વિકેટ ઝડપી હતી. હર્ષિત રાણાએ ત્રીજો શિકાર લિયમ લિવિંગસ્ટનનો કર્યો હતો. હર્ષિત રાણાએ ત્રણેય વિકેટ શોર્ટ બોલ ફેંકીને મેળવી હતી.
ઇંગ્લેન્ડ 248 રનમાં ઓલઆઉટ
જો નાગપુર વનડેની વાત કરીએ તો ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 248 રન જ બનાવી શકી હતી. હર્ષિત રાણા ઉપરાંત રવીન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન ટીમને ખૂબ પરેશાન કરી હતો. જાડેજાએ માત્ર 26 રન આપીને 3 વિકેટ લીધી હતી. તે ભારતીય ટીમનો શ્રેષ્ઠ બોલર સાબિત થયો હતો. જાડેજાએ જો રૂટની વિકેટ લીધી હતી. આ ઉપરાંત તેણે બટલર અને આદિલ રાશિદની વિકેટ પણ લીધી હતી. પરિણામે, ઇંગ્લેન્ડની ટીમ ઝડપથી પડી ભાંગી હતી. ઈંગ્લેન્ડ માટે બટલરે 52 રન અને બેથલે 51 રનની ઇનિંગ રમી હતી.