World Cup 2023 : ભારતીય ટીમ 20 વર્ષથી વર્લ્ડ કપમાં ઈંગ્લીશ ટીમને હરાવી શકી નથી, જાણો હેડુ ટુ હેડ રેકોર્ડ

બંને ટીમો વચ્ચે આજે લખનઉ એકાના સ્ટેડિયમમાં થશે ટક્કર

ઈંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર થવાના આરે

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ભારતીય ટીમ 20 વર્ષથી વર્લ્ડ કપમાં ઈંગ્લીશ ટીમને હરાવી શકી નથી, જાણો હેડુ ટુ હેડ રેકોર્ડ 1 - image


World Cup 2023 IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે લખનઉના એકાના સ્ટેડિયમમાં ODI World Cup 2023ની 29મી મેચ રમાનાર છે. ભારતીય ટીમનું અત્યાર સુધી પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે અત્યાર સુધી રમાયેલી તમામ પાંચ મેચમાં જીત મળી છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાંથી બહાર થવાના આરે છે. તેના માટે હવે દરેક મેચમાં કરો યા મરોની સ્થિતિ છે. ઈંગ્લેન્ડને કોઈપણ કિંમતે ભારત સામે જીતવું જરૂરી છે. આવી સ્થિતિમાં તે જીતવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે.

ઇંગ્લેન્ડ સામે ભારતને 20 વર્ષ પહેલા મળી હતી જીત

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI World Cupમાં અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે, જેમાં ભારતે ત્રણમાં જીત મેળવી છે જયારે ઇંગ્લેન્ડે ચાર મેચમાં જીત મેળવી છે. ભારતે ઇંગ્લેન્ડ સામે ODI World Cupમાં 20 વર્ષ પહેલા જીત મેળવી હતી. ભારતે છેલ્લે ODI World Cup 2003માં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું, ત્યારથી ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામે જીત મળી નથી. ઇંગ્લેન્ડે ODI World Cup 2019માં ભારતને હરાવ્યું હતું. આ પહેલા 2011માં રમાયેલી મેચ ટાઈ રહી હતી.

ફાસ્ટ બોલર્સને મળી શકે મદદ

લખનઉના એકાના સ્ટેડિયમમાં અત્યાર સુધી 7 વનડે મેચ રમાઈ છે. આ 7 મેચમાંથી 4 વખત પ્રથમ બોલિંગ કરનાર ટીમને જીત મળી છે. આ 7 મેચોમાં માત્ર એક વખત 300 રનનો આંકડો પાર થયો છે. આ મેદાન પર સૌથી ઓછો સ્કોર 177 રનનો છે જે ઓસ્ટ્રેલિયાએ આ જ વર્લ્ડ કપમાં બનાવ્યો હતો. એકાના સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ત્રણ મેચ રમાઈ છે જેમાં સ્પિનર્સે ખુબ જ પ્રભાવિત કર્યા હતા. જો કે આજની મેચમાં ફાસ્ટ બોલર્સને મદદ મળી શકે છે, કારણ કે આજે બંને ટીમો જુદી પિચ પર રમી શકે છે.

ઇંગ્લેન્ડની ટીમમાં થઇ શકે છે ફેરફાર

ઇંગ્લેન્ડની ટીમને સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો જેથી આજે તેની પ્લેઇંગ ઈલેવનમાં મોટા ફેરફાર થઇ શકે છે. ઇંગ્લેન્ડે તેની છેલ્લી મેચમાં પણ ફેરફાર કર્યા હતા. પરંતુ તેનાથી વધુ મળી શક્યો ન હતો. ઈંગ્લેન્ડની ટીમમાં આજે માર્ક વૂડની જગ્યાએ ગસ એટકિન્સનને સ્થાન મળી શકે છે. આ ઉપરાંત હેરી બ્રુક મોઈન અલીની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળી શકે છે. વાત કરીએ ભારતીય ટીમની પ્લેઇંગ ઈલેવનની તો ભારતીય ટીમે ODI World Cup 2023ની દરેક મેચમાં પોતાની પ્લેઇંગ ઈલેવનમાં ફેરફારો કર્યા છે. પરંતુ આજની મેચમાં ભારતીય ટીમમાં ફેરફારની શક્યતા ખુબ જ ઓછી છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

ભારત

રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ (wkt), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

ઇંગ્લેન્ડ

જોસ બટલર (C/wkt), જોની બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, લિયમ લિવિંગસ્ટન, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, ગસ એટકિન્સન, આદિલ રશીદ

World Cup 2023 : ભારતીય ટીમ 20 વર્ષથી વર્લ્ડ કપમાં ઈંગ્લીશ ટીમને હરાવી શકી નથી, જાણો હેડુ ટુ હેડ રેકોર્ડ 2 - image


Google NewsGoogle News