IND vs ENG: 2 સીનિયર ખેલાડીઓની ટેસ્ટ કારકિર્દી પૂરી! કેપ્ટન રોહિત શર્માએ આપ્યા સંકેત

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
IND vs ENG: 2 સીનિયર ખેલાડીઓની ટેસ્ટ કારકિર્દી પૂરી! કેપ્ટન રોહિત શર્માએ આપ્યા સંકેત 1 - image



ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન રોહિતે સંકેત આપ્યો કે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા જેવા સીનિ ખેલાડીઓની ટેસ્ટ કારકિર્દી ખતમ થઈ ગઈ છે. રોહિતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, સિનિયર ખેલાડીઓની ચર્ચા થઈ, પરંતુ યુવા ખેલાડીઓને ક્યારે તક આપવામાં આવશે.

ભારતનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમમાં નહીં હોય. ત્યારે તેમના સ્થાને ટીમમાં કોને સામેલ કરવા જોઈએ તે અંગે, અજીત અગરકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ રહાણે અને ચેતેશ્વર પૂજારા પર ચર્ચા કરી. જો કે, રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કોહલીના સ્થાને રજત પાટીદારને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

રોહીત શર્માએ શું કહ્યું?

રોહિત શર્માએ કહ્યું કે, અમે સિનિયર ખેલાડીઓની વાપસી પર વિચાર કર્યો હતો, પરંતુ આ યુવા ખેલાડીઓને ક્યારે તક મળશે?  અમે આ વિશે વિચાર્યું. અનુભવી ખેલાડીને છોડવો અથવા તેને ધ્યાનમાં ન લેવો ખૂબ મુશ્કેલ છે. તેમણે  જેટલા રન બનાવ્યા છે, તેની પાસે જે પ્રકારનો અનુભવ છે, તેમણે આપણને જેટલી મેચો જીતાડી છે. તમે જાણો છો, આ બધું અવગણી ન શકાય.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદમાં રમાશે. ઇંગ્લેન્ડે છેલ્લે 2012-13માં ભારતમાં ટેસ્ટ સીરીઝ જીતી હતી. જ્યારથી ઈંગ્લેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં બેઝબોલ વ્યૂહનીતિ અપનાવી છે, ત્યારથી તેમનો દેખાવ સારો રહ્યો છે.


Google NewsGoogle News