Get The App

વનડેમાં પહેલી મેચ રમવા 4 વર્ષ જોવી પડી રાહ, ડેબ્યૂ કરતાં જ વરુણ ચક્રવર્તીએ બનાવ્યો ખાસ રેકોર્ડ

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
વનડેમાં પહેલી મેચ રમવા 4 વર્ષ જોવી પડી રાહ, ડેબ્યૂ કરતાં જ વરુણ ચક્રવર્તીએ બનાવ્યો ખાસ રેકોર્ડ 1 - image

IND Vs ENG, Varun Chakravarthy debut in ODI : ભારતીય સ્પીનર વરુણ ચક્રવર્તીનું વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનું સપનું પૂરું થઇ ગયું છે. કટક ખાતે રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચમાં તેને પ્લેયિંગ-11માં સ્થાન આપવામાં આવ્યું હતું. તેને કુલદીપ યાદવની જગ્યાએ ટીમમાં સામલે કરવામાં આવ્યો છે. આ સાથે વરુણે વનડેમાં ડેબ્યૂ કરીને એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.

વરુણે બનાવ્યો અનોખો રેકોર્ડ

હકીકતમાં વરુણ ભારત તરફથી વનડેમાં ડેબ્યૂ કરનારો બીજો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. વરુણે 33 વર્ષ 138 દિવસની ઉંમરે વનડેમાં ડેબ્યૂ કર્યું છે. તેણે આ મામલે પૂર્વ ભારતીય કેપ્ટન અજીત વાડેકરને પાછળ છોડી દીધો હતો. વાડેકરે વર્ષ 1974માં 33 વર્ષ અને 103 દિવસમાં પોતાનું વનડે ડેબ્યૂ કર્યું હતું. ભારતીય ટીમ તરફથી 50 ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ ઉંમરે ડેબ્યૂ કરવાનો રેકોર્ડ ફારુક એન્જિનિયરના નામે છે. તેણે 36 વર્ષ 138 દિવસની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું. 

વનડેમાં પહેલી મેચ રમવા 4 વર્ષ જોવી પડી રાહ

આ પહેલા તેને વર્ષ 2021માં શ્રીલંકા સામેની ભારતની વનડે ટીમમાં તેને સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. ત્યારબાદ તેને ક્યારેય વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. ઇંગ્લેન્ડ સામેની વનડેની શરૂઆતની ટીમમાં પણ તે ટીમનો ભાગ ન હતો. હવે લગભગ ચાર વર્ષ પછી વરુણને ઇંગ્લેન્ડ સામેની વનડે સીરિઝની શરૂઆતના બે દિવસ પહેલા પહેલી વનડેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

ડેબ્યૂ મેચમાં ઝડપી પહેલી વિકેટ

ઇંગ્લેન્ડ સામેની પોતાની વનડે ડેબ્યૂ મેચમાં પહેલી વિકેટ ઝડપતા તેણે ફિલિપ સોલ્ટને આઉટ કર્યો હતો. અગાઉ ઇંગ્લેન્ડ સામેની T20I સીરિઝમાં તેણે શાનદાર પ્રદશન કરતા 5 મેચોમાં કુલ 14 વિકેટ ઝડપી હતી. જેમાં તેની સરેરાશ 9.86 રહી હતી. બીજીમાં પ્લેયિંગ-11માં ફેરફાર કરતા વિરાટ કોહનીની ટીમમાં વાપસી થઇ છે. તેણે યશસ્વી જયસવાલનું સ્થાન લીધી હતું.વનડેમાં પહેલી મેચ રમવા 4 વર્ષ જોવી પડી રાહ, ડેબ્યૂ કરતાં જ વરુણ ચક્રવર્તીએ બનાવ્યો ખાસ રેકોર્ડ 2 - image




Google NewsGoogle News