Get The App

'કિતાબો પર ધૂલ જમને સે...' ટીમમાં સ્થાન ન મળતાં ઘાતક બોલરનું દર્દ છલકાયું, લખી ક્રિપ્ટિક પોસ્ટ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીથી ત્રીજી ટેસ્ટ મેચ રમાશે

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
'કિતાબો પર ધૂલ જમને સે...' ટીમમાં સ્થાન ન મળતાં ઘાતક બોલરનું દર્દ છલકાયું, લખી ક્રિપ્ટિક પોસ્ટ 1 - image
Image: Social Media

Umesh Yadav Cryptic Post : BCCIએ ગઈકાલે ઈંગ્લેન્ડ સામે રમાનારી 5 મેચની ટેસ્ટ સીરિઝની બાકીની ત્રણ મેચો માટે ટીમની જાહેરાત કરી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરવા છતાં ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ટીમમાં પોતાનું નામ ન જોતા નિરાશ દેખાયો હતો. ઉમેશે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ક્રિપ્ટિક પોસ્ટ દ્વારા પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. ઉમેશ યાદવે ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ 7 જૂન 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. આ પછી તે સતત ભારતીય ટીમમાંથી બહાર થઈ રહ્યો છે.

ઉમેશ યાદવની પોસ્ટ થઇ વાયરલ

ઇંગ્લેન્ડ સામે બાકીની ત્રણ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત બાદ ઉમેશ યાદવે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, “કિતાબો પર ધૂલ જમને સે કહાનિયા ખત્મ નહીં હોતી હૈ.” ઉમેશ યાદવની આ પોસ્ટ દર્શાવે છે કે તે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભારતીય ટીમમાં પરત ફરવાની આશા રાખતો હતો. 

ભારતની ધરતી પર ઉમેશનું પ્રદર્શન શાનદાર રહ્યું

ભારતની ધરતી પર ઉમેશનું પ્રદર્શન ઘણું પ્રભાવશાળી રહ્યું છે. તેણે રણજી ટ્રોફીની આ સિઝનમાં રમાયેલી 4 મેચમાં અત્યાર સુધીમાં 19 વિકેટ ઝડપી છે. ઉમેશ યાદવે ભારત માટે રમાયેલી 57 ટેસ્ટ મેચમાં 30.95ની એવરેજ સાથે 170 વિકેટ ઝડપી છે. જો કે આમાંથી 10 વિકેટ તેણે ભારતની ધરતી પર 25.88ની એવરેજથી ઝડપી છે.

'કિતાબો પર ધૂલ જમને સે...' ટીમમાં સ્થાન ન મળતાં ઘાતક બોલરનું દર્દ છલકાયું, લખી ક્રિપ્ટિક પોસ્ટ 2 - image


Google NewsGoogle News