Get The App

VIDEO: ભારત-ઈંગ્લેન્ડ મેચ પહેલા નાસભાગ, ટિકિટ લેવા માટે ભીડ ઉમટી, અનેક લોકો ઈજાગ્રસ્ત

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
VIDEO: ભારત-ઈંગ્લેન્ડ મેચ પહેલા નાસભાગ, ટિકિટ લેવા માટે ભીડ ઉમટી, અનેક લોકો ઈજાગ્રસ્ત 1 - image


IND vs ENG Stampede At Cuttack Stadium: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી વન ડે સીરિઝ શરૂ થઈ છે. આ મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે. આ માટેની ટિકિટો પહેલાથી જ વેચાઈ ગઈ છે. પરંતુ આ સીરિઝની બીજી મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં રમાશે. જેના માટે સ્ટેડિયમમાં ટિકિટ વેચાઈ રહી હતી. પરંતુ આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં 10 લોકો બેભાન થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ સાથે જ ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

ટિકિટ લેવા માટે ભીડ ઉમટી

ઓડિશાના મિલેનિયમ સિટી કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે 9 ફેબ્રુઆરીએ યોજાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વન ડે મેચ માટે ઓફલાઇન ટિકિટોના વેચાણ માટે આજે સવારે મોટી ભીડ ઉમટી પડી હતી જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ટિકિટ કાઉન્ટર પર પહોંચ્યા હતા, જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં ભારે મુશ્કેલી પડી હતી.

લોકો  ટિકિટ માટે કાઉન્ટર પર ચઢી ગયા

નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે કટકના બારાબતી સ્ટેડિયમમાં ભારત vs ઈંગ્લેન્ડ વન ડે મેચ માટે ટિકિટોનું ઓફલાઈન વેચાણ આજે સવારે 9:00 વાગ્યે શરૂ થયું હતું. લોકો  ટિકિટ માટે કાઉન્ટર પર ચઢી ગયા હતા, જેના કારણે પોલીસ બોલાવવી પડી હતી. લોકોની ભીડને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને વોટર કેનનનો પણ સહારો લેવો પડ્યો હતો.


4,000 ટિકિટો ઓનલાઈન વેચાઈ હતી

મીડિયા અહેવાલ પ્રમાણે મંગળવાર સાંજ સુધીમાં OCA કર્મચારીઓ અને રાજ્ય ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલી સંસ્થાઓને 9,000 ટિકિટ વેચી દેવામાં આવી હતી. 2 ફેબ્રુઆરીના રોજ 4,000 ટિકિટો ઓનલાઈન વેચાઈ હતી, જ્યારે બાકીની 11,500થી વધુ ટિકિટો આજથી બે દિવસ માટે જાહેર જનતા માટે ઓફલાઈન વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આજે જ્યારે કાઉન્ટર ખુલ્યા ત્યારે લોકો બેકાબૂ થઈ ગયા હતા.

 મહિલાઓ માટે સ્પેશિયલ કાઉન્ટર

ટિકિટનું આ વેચાણ આજે અને આવતીકાલે સ્ટેડિયમ પરિસરમાં આવેલા કાઉન્ટર પર ચાલુ રહેશે. ઓડિશા ક્રિકેટ એસોસિએશન (OCA)એ મહિલાઓ માટે એક સ્પેશિયલ કાઉન્ટર બનાવ્યું છે. OCA ના નિર્ણય પ્રમાણે દરેક વ્યક્તિ માન્ય ઓળખપત્ર રજૂ કરીને વધુમાં વધુ બે ટિકિટ ખરીદી શકે છે.

આ પણ વાંચો: બુમરાહને સાચવો, દરેક ટુર્નામેન્ટમાં રમાડવાની લાલચ ન રાખશો...', દિગ્ગજ બોલરે ટીમ ઈન્ડિયાને ચેતવી


બારાબાતી સ્ટેડિયમમાં 44,574 દર્શકોની ક્ષમતા છે. તેમાંથી 24,692 ટિકિટ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઓફલાઈન ટિકિટ માટે અલગ અલગ કિંમતો નક્કી કરવામાં આવી છે, જે આ પ્રમાણે છે-

1. ગેલેરી નંબર 1 અને 3 માટે ટિકિટ કિંમત- 1100 રૂપિયા

2. ગેલેરી નંબર 2 અને 4 માટે ટિકિટ કિંમત- 900 રૂપિયા

3. ગેલેરી નંબર 5 માટે ટિકિટ કિંમત- 1200 રૂપિયા

4. ગેલેરી નંબર 7 માટે ટિકિટ કિંમત- 700 રૂપિયા

5. VIP ટિકિટ કિંમત- 6,000 રૂપિયા

6. એસી બોક્સ માટે ટિકિટ કિંમત- 8,000 રૂપિયા

7. નવા મંડપ માટે ટિકિટ કિંમત- 10,000 રૂપિયા

8. કોર્પોરેટ બોક્સ માટે ટિકિટ કિંમત- 20,000 રૂપિયા


Google NewsGoogle News