ઈંગ્લેન્ડને આ ભૂલ ભારે પડી, રોહિતે ઉઠાવ્યો પૂરેપૂરો ફાયદો, આ છે ટીમ ઈન્ડિયાની જીતના 5 હીરો

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
ઈંગ્લેન્ડને આ ભૂલ ભારે પડી, રોહિતે ઉઠાવ્યો પૂરેપૂરો ફાયદો, આ છે ટીમ ઈન્ડિયાની જીતના 5 હીરો 1 - image


IND vs ENG Semi Final 2 | રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. અંગ્રેજોને હરાવ્યા બાદ ભારતે હવે 29 જૂને દક્ષિણ આફ્રિકા સામે ટાઈટલ મેચ રમવાની છે. વરસાદથી પ્રભાવિત આ મેચ દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 

ઈંગ્લેન્ડને કઈ ભૂલ ભારે પડી? 

ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ભારતને બેટિંગ માટે પહેલા આમંત્રણ આપ્યું એ તેમની મોટી ભૂલ સાબિત થઈ. રોહિત શર્માએ આ મુશ્કેલ પિચ પર ઈંગ્લેન્ડના કેપ્ટનના ખોટા નિર્ણયનો પૂરો ફાયદો ઉઠાવ્યો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 16.4 ઓવર બેટિંગ કરીને 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તો ચાલો જાણીએ ભારતની જીતના 5 હીરો વિશે.

રોહિત શર્માની ફિફ્ટી 

પ્રથમ બેટિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. આમ છતાં રોહિત શર્મા એક છેડે ઊભો રહ્યો. નવા બેટ્સમેન સૂર્યકુમાર યાદવની સાથે હિટમેને રનની ગતિ ધીમી થવા દીધી ન હતી. તેણે 39 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા. આ વિસ્ફોટક ઇનિંગના કારણે ભારત મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું હતું.

ટીમ ઈન્ડિયાની જીત સાથે જ ભાવુક થયો કેપ્ટન 'હીટમેન', વિરાટ કોહલીએ તરત જ પહોંચી સંભાળ્યો!

સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક ઇનિંગ

કેપ્ટન રોહિત શર્મા સાથે સૂર્યકુમાર યાદવે ત્રીજી વિકેટ માટે 73 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. જેના કારણે ભારતનો સ્કોર 100 રનને પાર કરી શક્યો હતો. સૂર્યાએ કોઈપણ સમયે ભારતની રનની ગતિને ધીમી થવા ન દીધી. તેણે 36 બોલમાં 47 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી ચાર ચોગ્ગા અને બે છગ્ગા આવ્યા હતા.

અક્ષર પટેલે બેટ અને બોલથી કરી કમાલ 

પ્લેયર ઓફ ધ મેચ બનેલા અક્ષર પટેલે બેટ અને બોલ બંને વડે શાનદાર પ્રદર્શન કર્યું. છેલ્લી ઓવરોમાં તેણે 6 બોલમાં એક સિક્સરની મદદથી 10 રન બનાવ્યા હતા. ત્યારબાદ બોલિંગ દરમિયાન તેણે ઈંગ્લિશ ટીમને સંપૂર્ણ રીતે ધરાશાયી કરી નાખી. ઇંગ્લિશ બેટ્સમેનો પાસે અક્ષર સામે ટકવાનો કોઈ ઉપાય જ નહોતો. તેણે ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. ખૂબ જ ખતરનાક દેખાતા જોસ બટલર સિવાય મોઈન અલી અને જોની બેરસ્ટો જેવા ટોચના બેટ્સમેન અક્ષરનો શિકાર બન્યા હતા. તેણે પોતાની ચાર ઓવરમાં 23 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

IND vs ENG : ભારતની ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત, 2014 બાદ ટીમ ઈન્ડિયા પહોંચી વર્લ્ડ કપ ફાઈનલમાં

કુલદીપ યાદવની ફિરકીમાં ફસાયા 

ચાઈનામેન બોલર કુલદીપે અક્ષર કરતાં વધુ કંજુસાઈ ભરી બોલિંગ કરી. તેણે પોતાની ચાર ઓવરમાં માત્ર 19 રન આપ્યા અને ત્રણ વિકેટ પણ પોતાના નામે કરી. કુલદીપે હેરી બ્રુક, સેમ કરન અને ક્રિસ જોર્ડનની વિકેટો ઝડપી હતી. કુલદીપ અને અક્ષરે મળીને સમગ્ર ઈંગ્લિશ બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી.

હાર્દિક-બુમરાહનો જાદુ 

બેટિંગ કરતી વખતે હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે બે છગ્ગાની મદદથી 13 બોલમાં 23 રનની ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. તે જ સમયે, જસપ્રીત બુમરાહે સ્પિનર​​ફ્રેન્ડલી વિકેટ હોવા છતાં બે અંગ્રેજી બેટ્સમેનોને આઉટ કર્યા હતા. 

ઈંગ્લેન્ડને આ ભૂલ ભારે પડી, રોહિતે ઉઠાવ્યો પૂરેપૂરો ફાયદો, આ છે ટીમ ઈન્ડિયાની જીતના 5 હીરો 2 - image



Google NewsGoogle News