IND vs ENG : બીજા દિવસની રમત પૂર્ણ, ઈંગ્લિશ સ્પિનર્સની સામે ભારતીય બેટ્સમેન ઘૂંટણીએ, સ્કોર 219/7
IND vs ENG 4th Test Day 2 : બીજા દિવસની રમત પૂર્ણ થવા સુધી ભારતીય ટીમે સાત વિકેટ પર 219 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડથી 134 રન પાછળ છે.
ભારતીય ટીમે એક સમયે 177 રને સાત વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ધ્રુવ જુરેલ અને કુલદીપ યાદવ આઠમી વિકેટ માટે 42 રનની ભાગીદારી કરી ચૂક્યા છે. ધ્રુવ જુરેલ 58 બોલમાં બે ચોગ્ગા અને છેગ્ગાની મદદથી 30 અને કુલદીપ યાદવ 72 બોલમાં એ ચોગ્ગાની સાથે 17 રન પર છે. બીજા દિવસની રમત પૂર્ણ થવા સુધી ભારતીય ટીમે સાત વિકેટ પર 219 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડથી 134 રન પાછળ છે. ઈંગ્લેન્ડ માટે શોએબ બશીર સૌથી સફળ બોલર રહ્યા. તેમણે ચાર વિકેટ ઝડપી. આ સિવાય ટૉમ હાર્ટલેને બે સફળતા મળી.
ભારત અને ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન:
ભારત - યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડ - જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન